સત્યનો નિર્ણય બાધા બનતો નથી, વિષમ પરિસ્થિતિ જ વિષ છે, તે મહાદેવ જ પી શકે : મોરારીબાપુ

  • August 31, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડોનેશિયા દેશના યોગકર્તા શહેરમાં" માનસ સમુદ્રાભિષેક રામકથાનું ગાન ૧૭ ઓગસ્ટથી થઈ રહ્યું છે.   રામકથા આઠમા દિવસમાં   મોરારિબાપુએ કથાના પ્રારંભે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના યુક્રેન રશિયાના યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવા માટેની જે પહેલ કરી છે તેમને આવકાર આપીને બાપુએ પ્રયાસો સફળ થાય તે માટે હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી હતી.
અગાઉ પણ બાપુએ વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધો માટે ચિંતા વ્યક્ત કરતા ભાવ, સંવાદથી સૌને આગળ વધવા માટે અનેક વખત અપીલ કરી છે. યુનોની કથામાં પણ આ વાત પ્રસ્તુત કરી હતી અને ફરી ઈન્ડોનેશિયામાં પણ બાપુએ કહ્યું કે આપણે યુક્રેન અને રશિયાની સરહદ ઉપર શાંતિ માટે કથા કરવા પણ તૈયાર છીએ. વિશ્વ કલ્યાણ એ ધર્મનો ભાગ છે. કથામાં બાપુએ જીવનની ઘણી સુત્રાત્મક વાતોને વણી લેતાં કહ્યું  હતું કે ગીતાપાઠ એ આપણને દુર્યોધન વૃત્તિથી બચાવે છે. શાંતિ પમાડે તે સત્સંગ, ગણવેશ નહીં પરંતુ ગુણવેશ જરૂરી છે. યુવાન ભાઈ બહેનોએ યોગ્ય વર માટે ક્લયાઓએ ગૌરી વ્રત અને યુવાનોએ ગુરુપૂજન કરવું જોઈએ. સત્યનો નિર્ણય બાધા બનતો નથી.વિષમ પરિસ્થિતિ જ વિષ છે અને મહાદેવ જ આવું વિષ પી શકે. રામકથાના દિવસે ડો. દિનુ ચુડાસમાના બે પુસ્તકોનું અને ડો.નીતિન વડગામા સંકલિત ’રામકથા" દશરથ" તથા "મીનાક્ષી" નું વિમોચન બાપુએ કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News