મોરોક્કોમાં ભૂકંપથી ભયાનક તબાહી મૃત્યુઆકં ૨૧૦૦ને પાર: ૨૦૫૯ ઘાયલ

  • September 11, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરોક્કોમાં છ દાયકાના સૌથી ખરાબ ભૂકંપમાં મૃત્યુઆકં ૨,૧૨૨ પર પહોંચી ગયો છે. સૌથી વધુ ૧,૨૯૩ મૃત્યુ અલ હાઉસ પ્રાંતમાં થયા છે. ભૂકંપમાં ૨,૦૫૯ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૧,૪૦૪ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મારકેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત એવા અંતરિયાળ વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં મૃત્યુઆકં વધુ વધી શકે છે. સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્ર્રીય શોક જાહેર કર્યેા છે. સાથે જ વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અંદાજ લગાવ્યો છે કે ભૂકંપથી ત્રણ લાખ લોકો પ્રભાવિત થશે.


હોસ્પિટલોની બહાર મૃતદેહોના ઢગલા પડા છે. વિનાશક ભૂકંપથી બચી ગયેલા લોકો કાટમાળમાં તેમના પ્રિયજનોના જીવને શોધી રહ્યા છે. મોરોક્કન સરકારે સેનાની મદદથી પીડિતોને ખાવા–પીવાની વસ્તુઓ પહોંચાડવાની જાહેરાત કરી છે. રાજા મોહમ્મદના નિર્દેશ પર સેના કાટમાળમાંથી લોકોને બચાવવા માટે વિશેષ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં માટીના મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

મોરોક્કોમાં રહે છે ૧,૫૦૦ ભારતીયો

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ૩ કરોડ ૭૧ લાખની વસ્તી ધરાવતા મોરોક્કોમાં ૧,૫૦૦ ભારતીયો રહે છે. રાહતની વાત એ છે કે ભૂકંપના કારણે કોઈ ભારતીયને નુકસાન થયું હોવાના સમાચાર નથી. રબતમાં ભૂકંપના ૩૬ કલાક પછી કોઈ ભારતીય ઘાયલ થયાના અહેવાલ નથી. તમામ ભારતીયોને ઘરે અને સલામત સ્થળોએ રહેવા અને સ્થાનિક વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application