ઇન્દીરા કોલોની પાસે ડમ્પર બેકાબુ: સદનશીબે જાનહાની ટળી

  • December 13, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઇન્દીરા કોલોની વિસ્તારમાં એક ડમ્પરના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની નીચે ઉતરી મકાનની આગળ વાડામાં ઘુસી ગયુ હતું અને ત્યાં દીવાલને નુકશાન કર્યુ હતું, બનાવ સ્થળ પાસે કોઇ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ જતા ચાલક ડમ્પર મુકી ભાગી છુટયો હતી જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છેે.
***
ખંભાળિયા નજીક વાહનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે ૧૪ કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ પર જઈ રહેલા આશરે ૪૫ વર્ષના અજાણ્યા યુવાનને અડફેટે લેતા આ યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત બાદ આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના રસિકલાલ ઓચ્છવલાલ મપારા (ઉ.વ. ૫૮, રહે. જલારામ નગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા ૩૦૪ (અ) અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
***
ભાણવડમાં પોરબંદરના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ભાણવડ તાલુકાના જોષીપરા ગામે પોરબંદરના છાયા વિસ્તારના મૂળ રહીશ એવા ખેરાજભાઈ નારણભાઈ સાખરા નામના ૪૫ વર્ષના ગઢવી યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રઘુભાઈ નટરાજભાઈ દતાણીએ ભાણવડ પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application