જેતપુર બસ સ્ટેન્ડમાં વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

  • December 14, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના બસ સ્ટેન્ડમાં ભિક્ષુક જેવું જીવન જીવતા એક વૃદ્ધનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. વૃદ્ધ ઠંડીમાં આવી જતા મોત નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે.
ભિક્ષુક જેવું જીવન વ્યતીત કરતા અને જ્યાં ત્યાં પડ્યા રહેતા શિવરામ કુબાવત નામના વૃદ્ધનું આજે વહેલી બસ સ્ટેન્ડમાં બિન વારસી રીતે મોત નિપજયુ હતું. જેની જાણ પોલીસને થતા પોલીસે નગરપાલિકામાંથી શબવાહીની મંગાવી મૃતદેહને સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ. જ્યાં ફરજ પરના ડોકટર ત્રિવેદીએ મૃતદેહની તપાસ કરી હતી. ડો. ત્રિવેદીને વૃદ્ધના મોતના કારણ અંગે પૂછતાં તેઓએ જણાવેલ કે, શરીર પર ક્યાંય ઇજાના નિશાન નથી જેથી મોત નેચરલ છે. એટલે વૃદ્ધનું મોત ઠંડીમાં આવવાથી અથવા તો હાર્ટ અટેકથી થયું હોવું જોઈએ. છતાંય સચોટ કારણ તો પીએમ બાદ જ જાણવા મળે હાલ મૃતકના વાલી વારસને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.
​​​​​​​
હાલ તો મૃતકનું જે સ્થળે મોત નીપજ્યું તે બસ સ્ટેન્ડમાં નજરે જોનારાઓએ જણાવેલ કે, વૃદ્ધ પાસે રાતે ઠંડીમાં ઓઢવાનું કઈ હતું નહીં વહેલી સવારે કોઈ તેના પર ધાબળો નાખી ગયા હતાં. એટલે વૃદ્ધનું મોત ઠંડીથી થયું હશે. જો વૃદ્ધનું મોત ઠંડીમાં આવવાથી થયું હોય તો શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ બનાવેલ રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું કહેવાય. જેથી નગરપાલિકાના અધિકારીઓએ ગતવર્ષની જેમ પોલીસ સાથે મળી રોડ રસ્તા, બસ સ્ટેન્ડ તેમજ જાહેર જગ્યાઓ પર ઠંડીમાં રાત્રી દરમિયાન સુતા રહેતા લોકો તેમજ પરિવારોને રેનબસેરામાં સુવડાવવા ઝુંબેશ ઉપાડવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application