રાજકોટના મંગળારોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક મંગળવારે મધરાત્રે ફિલ્મી ઢબે બે કુખ્યાત ગેંગ વચ્ચે ઘણા સમયથી ચાલતી અદાવત અને વેરઝેર માં ધાણી ફટ ફાયરિંગના બનાવમાં અંતે એ ડીવિઝન ડી સ્ટાફ પીએસઆઇ ફરિયાદી બન્યા હતા અને બંને ગેંગના ૧૧ શખ્સો સામે રાયોટીંગ તેમજ આમ્ર્સ એકટની કલમો ઉપરાંત જુદી જુદી ભારે કલમો હેઠળ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ એ શોધી બ્રાન્ચના પીઆઇ એસએમ જાડેજાને સોંપવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસથી રાજકોટના જંગલેશ્વરના સમીર મુર્ગા ગેંગ અને પેંડાગેંગના સાગરિત ભયલો ગઢવીની ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવત અને સમયાંતરે વારંવાર ફાયરિંગના બનાવ બાદ વધુ એક વખત મધરાત્રે મંગળારોડપર બંને જૂથ સામસામે આવી જતા ધાણી ફટ ફાયરિંગ થયું હતું. આ અંગેની જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી બસીયા, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તેમજ એસઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ જાડેજા, એ ડિવિઝન પીઆઈ બી.વી બોરીસાગર અને ડિસ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે મંગળારોડ પર દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મોડી રાત્રીના ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે બંને ગેંગના સાગરીતો સામસામે આવી જતા જૂની અદાવત અને વેરઝેરના ખાર માં ફિલ્મી ઢબે બંને ગેંગે સામ સામે ફાયરિંગ કરતા ફાયરિંગના અવાજ થી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો યારે બીજી તરફ તપાસ હાથ ધરતા જંગલેશ્વરની નામચીન રમાના પતિ જાવેદ જુનેજાને દાખલ કરાયો હોય આ ગેંગનો સંજય પોતાના પિતાની સારવાર ચાલતી હોય ગોકુલ હોસ્પિટલમાં હોવાની જાણ ભૂયલા ગઢવીની ગેંગ સુધી વાત પહોંચતાજ આ ગેંગ જંગલેશ્વર ગેંગને ભરી પીવા મંગળારોડ ખાતે દોડી ગઈ હતી, બને ગેંગોમાં લાંબા સમયથી ચાલી આવતી માથાકૂટ છેલ્લા થોડા દિવસોમાં ખૂબ ઉગ્ર બની છે અને ગેંગવોર વધુ લોહિયાળ બનેતોના નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે