કચ્છથી રાજકોટ કતલખાને જતાં ૧૨ પશુને ગૌરક્ષકોએ બચાવ્યા

  • March 16, 2024 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છથી રાજકોટ તરફ બોલેરોમાં ભરીને પશુને કતલખાને લઇ જવાતા હોય જે માહિતી મળતા ગૌરક્ષકોની ટીમે ગાડીને મોરબી બાયપાસ નજીક આંતરી લઈને પશુને બચાવી લીધા હતા જે પશુ અને વાહન સહિતનો મુદામાલ અને બે ઈસમો પોલીસને સોપવામાં આવ્યા છે ત્યારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી હિંદુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છથી બોલેરો જીજે ૦૩ બીટી ૦૬૧૯ માં પશુ ભરીને કચ્છથી રાજકોટ કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી મોરબી બાયપાસ પાસે બોલેરોને ઝડપી લીધી હતી જે બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધીને ૧૨ પશુ રાખવામાં આવેલ હોય જે પશુને બચાવી લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે વાહન અને મુદામાલ તેમજ બે ઇસમોને સોપવામાં આવ્યા હતા.
જે રેડ કામગીરીમાં કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, યશભાઈ વાઘેલા, જીતુભાઈ સેતા, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઈ ગોહિલ, હિતરાજસિંહ પરમાર, મીતભાઈ, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, પાર્થભાઈ પટેલ, માલાભાઈ થાન, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application