ધોરાજીમાં રસ્તા, ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટ્રાચાર મામલે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

  • December 11, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીમાં ૨૦૧૭–૧૮માં થયેલા ભુગર્ભ ગટર, રોડ–રસ્તાના કામોમાં ભ્રષ્ટ્રાચાર થયાની કોર્ટ ફરિયાદમાં અદાલતે નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કોન્ટ્રાકટર, કન્સલ્ટન્ટસ સામે ગુનો નોંધી કેસ ચલાવવાનો હત્પકમ કરતા સનસનાટી મચી જવા પામી છે.
સને ૨૦૧૭–૧૮માં ધોરાજીમાં સરકાર દ્રારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભુગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ. તે વખતે ધોરાજી નગરપાલીકાં તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા નગરપાલીકાનાં સતાધિશો તથા કામગીરીનાં કોન્ટ્રાકટરો દ્રારા કામગીરી શ કરાયેલ અને ટાટા કન્સ્લટન્સી દ્રારા ઓબવંશનની કામગીરી થયેલ અને આ તમામ અધિકારીઓ–સતાધિશોએ મીલીભગત કરી પબ્લીક મનીનો વ્યય થાય તે રીતે ભ્રષ્ટ્રાચાર કરી ખુબ જ નબળી ગુણવતાની કામગીરી જેથી ધોરાજીનાં એડવોકેટ ચંદુભાઈ એસ. પટેલ દ્રારા આ તમામ કામગીરી કરનારા જવાબદારો સામે પોલીસમાં રાવ–ફરીયાદો કરેલ પરંતુ પોલીસ દ્રારા કાર્યવારી ન થતાં ચંદુભાઈ પટેલએ ધોરાજી કોર્ટમાં પ્રતિભા ઈન્ડસ્ટ્રીઝ ધ ચેતનભાઈ પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડનાં બલદાણીયા તથા ધોરાજી નગરપાલીકાનાં તત્કાલીન મુખ્ય અધિકારી, આ.સી.દવે તથા તત્કાલીન પ્રમુખ બટુકભાઈ કંડોલીયા તથા સંજયભાઈ માવાણી તથા નગરપાલીકાનાં એન્જિનિયર મોણપરા તથા મધુરમ કન્સ્ટ્રકશન કંપનીનાં વિમ્પલભાઈ વઘાસીયા તથા મેટલ રોડ બનાવનાર કોન્ટ્રાકટર વિગેરે સામે ફરજમાં બેદરકારી દાખવી સરકારી નાણાંની ઉચાપત થાય અને જાહેર જનતાની સુખાકારી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ કોર્ટ ફરિયાદ દાખલ કરી હતી. અત્રે એ યાદ કરવાનું રહે કે જે તે વખતનાં ભાજપનાં ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા દ્રારા પણ આ કામગીરીનો વિરોધ થયેલ આ ફરીયાદ ધોરાજી કોર્ટમાં દાખલ થતા ધોરાજી કોર્ટે ફરીયાદી એડવોકેટ ચંદુભાઈ પટેલ(સીરોયા)નું નિવેદન નોંધેલ અને ચંદુભાઈ દ્રારા રજુ રખાયેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ બની રજુઆતો દલીલો ધ્યાને લઈ અને હાલમાં પણ રોડ રસ્તાઓ બીલકુલ ખરાબ થઈ ગયા છે તે હકીકત પણ ધ્યાને લઈ તમામ જવાબદારો વિધ્ધ જાહેર જનતાની સુખાકારી ધ્યાને લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી આરોપીઓએ દાખવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની કલમ–૧૬૬ તથા ૧૬૬(એ) મુજબ ગુન્હો આગળ ચલાવવા તા: ૧૦૧૨૨૦૨૪ નાં રોજ હત્પકમ કરેલ છે. આ હત્પકમ થતાં રોડ રસ્તાનાં ભ્રષ્ટ્રાચારનું ભૂત ફરી ધુણ્યું હોવાનું અને ભ્રષ્ટ્રાચારીઓ વિધ્ધ કાયદાનો સકંજો મજબુત થયાનું લોકોમાં ચર્ચાઈ રહેલ છે. આ કામમાં ફરીયાદી ચંદુભાઈ એસ. પટેલને વકીલ મંડળનાં સભ્યો કાયદાકીય સાથ સહકાર આપી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application