રાજકોટ મનપામાં ક્લાર્કની ૧૨૨ જગ્યાઓ માટે આગામી તા.૪ મે-ના રોજ કુલ ૬૦,૫૨૧ ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટેના કોલલેટર ઓનલાઇન ડાઉનલોડ થશે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મહાપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.૪-૫-૨૦૨૫ને રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવાશે.આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને એમસીક્યુ પ્રકારની કુલ ૧૦૦ માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧ કલાક થી ૧૨-૩૦ કલાક સુધીનો રહેશે.આ લેખિત પરીક્ષાના કોલલેટર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www. rmc. gov.in ઉપરથી રિક્રૂટમેન્ટ સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે.
મ્યુનિ.ભરતી કેલેન્ડર તૈયાર કરાશે
રાજકોટ મહાપાલિકાની વિવિધ ૪૦ શાખાઓમાં વર્ગ-૧થી વર્ગ-૪ની અનેક જગ્યાઓ ખાલી પડી હોય તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટ અંતર્ગત ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવનાર છે જેથી ખાલી પડતી જગ્યાઓ ઉપર સમયસર ભરતી થઇ શકે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech