આજે સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નુહ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશનની હદ હેઠળ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઇબ્રાહિમબાસ ગામ નજીક એક પૂરપાટ ઝડપે પિક-અપ વાહને સફાઈ કામદારોને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં છ સફાઈ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ૧૧ સફાઈ કર્મચારીઓમાં ૧૦ મહિલાઓ અને એક પુરુષ હતો. જેમાંથી છ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને પાંચ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં વધુ એક સફાઈ કર્મચારીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કુલ સાત લોકોના મોત થયા છે. ડ્રાઇવર વાહન મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો, જ્યારે લગભગ 11 સફાઈ કર્મચારીઓ એક્સપ્રેસ વે પર સફાઈ કામ કરી રહ્યા હતા. અચાનક એક હાઇ સ્પીડ પિકઅપ ગાડી આવી અને આ કર્મચારીઓને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પાંચ ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા કર્મચારીનું મોત નીપજ્યું હતું. ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને બૂમો સાંભળવા મળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. થોડી જ વારમાં રસ્તા પર મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ, રોડ સેફ્ટી એજન્સીના વાહનો અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘણા મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. ઘણા લોકોએ હાઇસ્પીડ વાહનો પર માર્ગ સલામતી અને નિયંત્રણની માંગ પણ ઉઠાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને પિકઅપ ચાલક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી અકસ્માતના સમગ્ર સંજોગોની તપાસ કરવામાં આવશે.
આ પહેલા પણ આ એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ, વધુ ગતિ અને બેદરકારીને કારણે ઘણી વખત અકસ્માતો થયા છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને એક્સપ્રેસ વે પર કામ કરતા કર્મચારીઓની સલામતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે. અકસ્માત બાદ, વહીવટીતંત્રે એક્સપ્રેસ વે પર ટ્રાફિકને નિયંત્રિત કર્યો અને સ્થળ ખાલી કરાવ્યું. ઘાયલોની સારવાર અને મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech