હળવદ શહેરમાં રોડના ખોદકામ દરમિયાન નીકળેલા લાખો રૂપિયાના ટેલિફોનના કોપર કેબલને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના બ્રાહ્મણની ભોજનશાળા નજીક ચાલી રહેલા રોડના કામ દરમિયાન અંદાજે ૮ થી ૧૦ લાખ પિયાની કિંમતનો કોપર કેબલ નીકળ્યો હોવાની ચર્ચા વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ખોદકામ દરમિયાન અંદાજે ચાર ટ્રેકટર જેટલો કોપર કેબલ બહાર આવ્યો હતો. જેમાંથી માત્ર એક ટ્રેકટર જેટલો કેબલ પાલિકામાં જમા કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, યારે બાકીના ત્રણ ટ્રેકટર જેટલા કેબલ પોબારા પગ કરી ગયો હતો. આ કેબલ કાંડ માં રોડ કોન્ટ્રાકટર ના કમેચારીઓ અન્ય કારણે કેબલ કયાં ગયો અને કોના હાથે પહોંચ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોન્ટ્રાકટર દ્રારા કેબલ ટ્રેકટરમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટ્રતા સામે આવી નથી. બીજી તરફ, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આસપાસના સીસીટીવી કેમેરાના ફટેજ ચકાસવામાં આવે તો અનેક ચોંકાવનારી હકીકતો અને નામો બહાર આવી શકે તેવી ચર્ચા લોકોમાં જોર પકડી રહી છે. આ ઉપરાંત, શહેરના સ્મશાન વાયર કાઢી વેચી માર્યાના આક્ષેપો ચર્ચામાં આવ્યા છે. જેના કારણે જાહેર સંપત્તિની સુરક્ષા અને જવાબદારી અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે