નોટોની પથારી પર સુતેલા આસામના નેતાની તસવીર વાયરલ થતાં વિવાદ

  • March 28, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા, આસામના એક રાજકારણી છ૫૦૦ની નોટોના ઢગલા પર સૂતા હોવાની તસવીર વાયરલ થઈ છે. ઉદલગીરી જિલ્લાના ભૈરાગુરીમાં ગ્રામીણ પરિષદ વિકાસ સમિતિના અધ્યક્ષ બેન્જામિન બાસુમાતરી ૫૦૦ પિયાની નોટો સાથે પથારી પર સૂતા જોવા મળે છે. તેના પર પણ કેટલીક નોટો વેરવિખેર જોવા મળે છે.

સૂત્રોએ જણાવ્યું કે બોડોલેન્ડના નેતા પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ રોજગાર યોજના સંબંધિત મોટા પાયે ભ્રષ્ટ્રાચારના કેસમાં આરોપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે કથિત રીતે ઓડલગુરી વિકાસ વિસ્તારમાં તેની વીસીડીસી હેઠળ પીએમએવાય અને મનરેગા યોજનાઓના ગરીબ લાભાર્થીઓ પાસેથી લાંચ લીધી હતી તેના ભ્રષ્ટ્રાચાર વિરોધી વલણ માટે જાણીતી બોડોલેન્ડ સ્થિત યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) ના સભ્ય છે કે કેમ તે અંગેના પ્રશ્નો સાથે આ ફોટા પર સોશિયલ મીડિયા પર અઢળક કોમેન્ટ આવી રહી છે. યુપીપીએલના ચીફ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી)ના ચીફ એકિઝકયુટિવ મેમ્બર પ્રમોદ બોરોએ એક સ્પષ્ટ્રતા જારી કરીને જણાવ્યું હતું કે શ્રી બાસુમતરી હવે પાર્ટી સાથે સંકળાયેલા નથી.

બોરોએ કહ્યું કે બેન્જામિન બાસુમાત્રીનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. અમે સ્પષ્ટ્ર કરવા માંગીએ છીએ કે શ્રી બાસુમાત્રી હવે યુપીપીએલ સાથે સંકળાયેલા નથી કારણ કે તેમને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application