અમરેલી, પોરબંદર, કચ્છ સહિત કોંગ્રેસે વધુ 9 બેઠક પર ફોર્મ ભર્યા

  • April 16, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે 4 બેઠક પર કોંગ્રેસે ફોર્મ ભયર્િ પછી આજે વધુ નવ બેઠકમાં ફોર્મ ભર્યા છે. કોંગ્રેસે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સહિતના આગેવાનોની હાજરીમાં 9 બેઠક પર ફોર્મ ભર્યા છે. કોંગ્રેસે આજે જે નવ બેઠકમાં ફોર્મ ભર્યા છે તેમાં અમરેલીમાં જેનીબેન ઠુમરે સિદ્ધાર્થભાઈ પટેલ પરેશભાઈ ધાનાણી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતનાઓની હાજરીમાં ફોર્મ ભયર્િ છે.

પોરબંદરમાં લલીતભાઈ વસોયાએ ઉમેદવારી પત્ર આજે રજુ કર્યું હતું અને ત્યારે કિરીટભાઈ પટેલ પ્રવીણભાઈ મુછડીયા ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કચ્છમાં નિતેશ લાલને ફોર્મ ભર્યું ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.


આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમમાં ભરતભાઈ મકવાણા સાબરકાંઠામાં તુષારભાઈ ચૌધરી ગાંધીનગરમાં સોનલબેન પટેલ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા અને વલસાડમાં અનંત પટેલે ફોર્મ ભર્યા છે.

કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભયર્િ ત્યારે આગેવાનો શૈલેષભાઈ પરમાર હિંમતસિંહ પટેલ જગદીશભાઈ ઠાકોર અમીબેન યાજ્ઞિક રામકિશન ઓઝા બીમલ શાહ પંકજ પટેલ ઉષાબેન નાયડુ ગૌરવ પંડ્યા વગેરે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application