સગાઇ તોડી નાખતા યુવતીના અને તેના ભાઇના ઘરે જઇ ધમકી આપતા ફરિયાદ

  • November 25, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટામવામાં રહેતા ઉત્તમ વકાતર તેના ભાઇ મહેશ સહિતના પરિવારજનોએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતી યુવતીને સગાઇ તોડી નાખવા બાબતે ધમકાવી તેની સાથે ઝઘડો કર્યેા હતો. બ્રહ્માણી પાર્કમાં રહેતા યુવતીના ફઇના પુત્રના ઘર પાસે જઇ ગાળાગાળી કરી ઝઘડો કર્યેા હોય આ અંગે બી ડિવિઝનમાં બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો, મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર સોસાયટી શેરી નંબર ૪ માં રહેતી તુલજાબેન મચ્છાભાઈ ઠુંગા (ઉ.વ ૨૮) નામની ભરવાડ યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટા મોવા સ્મશાન સામે રહેતા ઉત્તમ ગાંડુભાઇ વકાતર તેનો ભાઈ મહેશ વકાતર, શ્રદ્ધાબેન ગાંડુભાઇ વકાતર, મનિષાબેન મહેશભાઈ વકાતરના નામ આપ્યા છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેમના માતા યોત્સનાબેન અને બે ભાઈ જે તેમનાથી નાના હોય તેમની સાથે રહે છે તેની નાની બહેનના લ થઈ ગયા છે અને તે હાલ સાસરે છે. વર્ષ ૨૦૨૩ માં યુવતીના પિતા મચ્છાભાઈનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું. દોઢ વર્ષ પૂર્વે યુવતી ની સગાઈ ગાંડુ વકાતરના પુત્ર ઉત્તમ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણેક મહિના પછી ઉત્તમની બહેન હીનાની સગાઈ ફરિયાદીના ફઈના પુત્ર સુનીલ સાથે થઈ હતી.
સગાઈ થયા બાદ ઉત્તમ અને તેનો ભાઈ મહેશ ઘરે આવી તથા ફોન કરી અવારનવાર લ આ વર્ષે જ કરવાના છે તેવું કહેતા યુવતીએ કહ્યું હતું કે, મારા પિતાનું મૃત્યુ થયું છે અને લ કરવા માટે પૈસાની સગવડ હાલ ન હોય એક વર્ષ સુધી લ થઈ શકે તેમ નથી. આમ કહેતા ઉત્તમ તથા મહેશ ગુસ્સે થઈ ગયો હતો અને કહેતા હતા કે, કોર્ટ મેરેજ કરી લે બાકી લ તો તારે આ વર્ષે જ કરવા પડશે અને આ બાબતે અવારનવાર ઝઘડો અને બોલાચાલી કરતા હોય યુવતીએ વડીલોને વાત કરતા તેના ભાઈના પુત્ર હિતેશ રમેશભાઈ સિંધવે આ લોકોને સમજાવ્યા હતા પરંતુ તે ના સમજતા આઠેક મહિના પૂર્વે યુવતીએ ઉત્તમ સાથે સગાઈ તોડી નાખી હતી અને તેના ફઇના પુત્ર હિતેશના ભાઈ સુનિલે હીના સાથે સગાઈ તોડી નાખી હતી આ સમયે યુવતીને ચડાવેલા સોનાના દાગીના આ લોકોને પરત કરી દીધા હતા.
આ બાબતનો ખાર રાખી ગત તા.૮ ૮ ૨૦૨૦ ના રાત્રિના બારેક વાગ્યા આસપાસ યુવતીના ફઈના પુત્ર હિતેશભાઈ જે મોરબી રોડ પર બ્રહ્માણી પાર્ક–૨ શેરી નંબર ત્રણ માં રહેતા હોય તેના ઘરે ઉત્તમ અને મહેશ જઈ શેરીમાં ઉભા રહી ઝઘડો કરી ગાળાગાળી કરી નાસી ગયા હતા. ત્યારબાદ બીજના તહેવારના દિવસે તા. ૩૧૧૨૦૨૪ ના રાત્રીના યુવતી ઘરે હતી ત્યારે ઉત્તમ ઘરે આવ્યો હતો અને શેરીમાં ઉભો રહી બધાને ગાળો આપી બહારથી બોલતો હતો કે સગાઈ તો તારે મારી સાથે જ કરવી પડશે નહીંતર બહાર નીકળીશ તો જાનથી મારી નાખીશ. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

મહેશે માણસો મોકલી કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હત્પમલો કરાવ્યો'તો

બાપા સીતારામ ચોક પાસે બંસરી પાર્કમાં રહેતા કન્સ્ટ્રકશનના ધંધાર્થી મહેશ વલ્લભભાઈ મેઘાણી (ઉ.વ ૪૨) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં આરોપી તરીકે મહેશ ગાંડુ વકાતર અને ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, મહેશ સાથે તેમને અગાઉ માથાકૂટ થઈ હોય જે બાબતોનો ખાર રાખી તેણે ત્રણ શખસોને મોકલી હત્પમલો કરાવ્યો હતો. જેમાં યુવાનના હાથ–પગ ભાંગી નાખ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application