જેતપુરની આપ કાર્યકર નંદીની આપઘાત મામલે તેના વિધર્મી પ્રેમી તેની પત્ની સાસુ સામે મરવા મજબૂર કર્યાનો મૃતકના પિતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
જેતપુરના નવાગઢ ગામે દશામાંના મંદીર પાસે રહેતાં આનંદભાઇ વજુભાઇ બોસમીયા (ઉ.વ.૪૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અસલમ સમા પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને તેની સાસુ ગુડી (રહે. ત્રણેય રાજકોટ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, મોટી દિકરી નંદીની (ઉ.વ.૨૩) એ નવ મહિના પહેલા અસ્લમ હુશેન સમા સાથે મૈત્રીકરાર કરી જુનાગઢ તથા રાજકોટ રહેતી હતી.
ચારેક માસ પહેલા નાની દિકરી રૂપલએ જણાવેલ કે, નંદિની જેની સાથે રહે છે, તે અસ્લમની સાસુ જે ગુડીબેન તરીકે ઓળખીએ છીએ તેનો ફોન આવેલ કે, તારી મોટી બહેન નંદિનીને કહિ દેજે કે અમે તેને અસ્લમ સાથે તો નહીં જ જીવવા દઈએ અને અમે અસ્લમને કાઈ નહિ કરીએ પણ નંદિનીની જીંદગી બરબાદ કરી નાખશુ અને આ અસ્લમની પત્ની ઝરીના ઉર્ફે ભુકંપનો ફોન આવ્યો હતો કે, નંદિનીને કહી દેજે કે, હું તેને બદસુરત કરી નાખીશ અને અસ્લમ સાથે સુખેથી જીવવા નહી દઉં તેવી ધમકી આપતી હતી. તેમ રૂપલએ વાત કરેલ હતી.
બાદ એકાદ મહિના પહેલા ફરીયાદીને પત્નીએ જણાવેલ કે, આપણી દિકરી નંદિનીનો ફોન આવેલ કે, અસ્લમ સમાની પત્ની જે રિસામણે જતી રહેલ હતી, તે ઘરે પરત આવી ગયેલ હોય જેથી અસ્લમ તારૂ કંઇ કામ નથી, મારી પત્ની આવી ગઇ છે તેમ કહી હેરાન કરે છે તથા મને માર મારી ગાળો આપી કહે છે કે, તું પરત તારા મા-બા૫ ના ઘરે જતી રહે. તેમજ મને અસ્લમનો ફોન આવતો હોય જેમા અસ્લમ પણ નંદિનીને મુકી જવાનુ કહેતો હોય છે.
નંદીની વાત કરતી કે, અસ્લમ સમા મને છેલ્લા ત્રણેક મહિનાથી ખોટી રીતે હેરાન કરે છે અને મને તમારી સાથે વાત કરવાની તથા મળવાની પણ ના પાડે છે, મારી સાથે ખોટી રીતે ઝધડો કરી મને માર મારે છે અને મારી પાસે પૈસાની માંગણી કરે છે. અસ્લમએ મારી સોનાની ચેઇન બેંકમા ગીરવે મુકી પૈસા લઈ લીધેલ હોય તેમ છતા મારી પાસે અવાર નવાર પૈસાની માંગણી કરે છે. બાદ ગઈ તા.૨૨ ના નંદનીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
દિકરીની મુતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ ગયેલ જ્યા ઉમંગ ઉર્ફે રવીએ વાત કરી હતી કે, ગઈ કાલે રાત્રે નંદીની ઘરે આવી હતી અને વાત કરી હતી કે, આ અસ્લમ મને ખુબ જ હેરાન કરી મારે પણ છે અને મારી પાસે પૈસાની માંગણી કરતો હોય જેથી હું મારા મમ્મી પાસેથી પૈસા લઈ તેને આપુ છુ અને આજે તો આ અસ્લમએ પૈસાની માંગણી કરતા તેને ના પાડતા તેણે મારૂ ગળુ દબાવી મને માર મારેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એચ.એમ.મહારાજે તપાસ હાથ ધરી છે.
અસ્લમની પત્ની- સાસુએ અગાઉ નંદની પર છરી વડે હુમલો કર્યો’તો
નંદની બોસમિયાએ કોલેજના બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તે જૂનાગઢની એક ફાર્મા કંપની સાથે એમ.આર. તરીકે જોડાઈ હતી. જેથી તે ગયા વર્ષે જુનાગઢ રહેવા માટે ગઈ હતી. પ્રથમ તે મધુરમ વિસ્તારમાં ફ્લેટમાં રહેતી હતી, જે ફ્લેટ અસલમ સમાનો હતો. જેથી તે બંને પરિચયમાં આવ્યા હતા. જે બાદ તે ત્યાં સામે એક મકાન ભાડે રાખી પણ રહેતી હતી. પરંતુ બંને વચ્ચે થયેલ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને શરૂઆતમાં બંને જૂનાગઢમાં જ સાથે રહેતા હતા. ત્યારે અસલમની પત્ની અને સાસુને જાણ થતા નંદની પર છરીથી હુમલો કર્યો હતો, જે મામલે સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો.