જામનગરમાં સતત ત્રીજા દિવસે વાદળીયું વાતાવરણ: ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

  • May 28, 2025 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય બન્યા બાદ મુંબઇમાં વરસાદે ૭૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે, સૌરાષ્ટ્રમાં પણ ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે આજે પણ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદ આવવાની શકયતા છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે, આ વખતે જુનમાં શ્રીકાર વરસાદ થશે અને ગયા વર્ષ કરતા ૧૯ ટકા વધુ વરસાદ થવાની આગાહી પણ કરી છે. આ વખતે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહી છે ત્યારે આ એલર્ટથી તંત્ર એકદમ સચેત બની ગયું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ મુંબઇ આવી ગયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે, સાઉથ મુંબઇમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં આજે વરસાદ ખાબકે તેવી પણ શકયતા છે ત્યારે ખેડુતોમાં પણ આનંદની લાગણી જન્મી છે, આ વખતે ચોમાસુ ૧૫ દિવસ વહેલું હોવાનું હવામાન ખાતાનું કહેવું છે, રાજયમાં પ્રિ-મોનસુનનો બફારો થઇ રહ્યો છે, કમોસમી વરસાદને કારણે ખેડુતોને પણ પારાવાર નુકશાન થયું છે, આ વખતે વરસાદ સારો રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે, લો-પ્રેશરની સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ વરસાદ થવાની શકયતા છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮ ડીગ્રી, હવામાં ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. 


જામનગરની વાત લઇએ તો ગઇકાલ સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ઘનઘોર વાદળો વચ્ચે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે ત્યારે આજ સાંજ સુધીમાં વરસાદ આવે તેવું વાતાવરણ ઉભું થયું છે, ગઇકાલ સાંજથી જ કેટલાક ગામડાઓમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેના હિસાબે તમામ જિલ્લાના કલેકટરોએ સ્ટાફને એલર્ટ કરી દીધો છે.


આ વખતે જુના મહીનાના પ્રથમ વીકમાં જ ચોમાસુ બેસી જવાની આશા છે ત્યારે ખેડુતો પણ વાવણી કાર્યની તૈ્યારીમાં લાગી ગયા છે, રાજયમાં તેમજ સૌરાષ્ટ્રમાં આ વખતે સારૂ​​​​​​​ ચોમાસુ જશે અને લગભગ બે અઠવાડીયા વહેલુ ચોમાસુ બેસી જશે, જયારે મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દુર થઇ જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News