ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે

  • May 29, 2025 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી 'ઓપરેશન શીલ્ડ' સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હવે 31 મે, 2025 ના રોજ યોજાશે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સહિત જમ્મુ અને કાશ્મીર તેમજ પંજાબ જેવા સરહદી રાજ્યોમાં આ કવાયત હાથ ધરવામાં આવશે.


​​​​​​​આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સંભવિત કટોકટી અથવા આપત્તિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ દળોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. અગાઉ 29 મેના રોજ યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તેને સ્થગિત કરવામાં આવી હતી, જેની જાણ રાજ્ય સરકારે કરી હતી.

હવે નવી તારીખ જાહેર થતાં સંબંધિત તમામ સિવિલ ડિફેન્સ કંટ્રોલર્સ અને અન્ય હિતધારકોને આ કવાયત માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્રની તૈયારીની ચકાસણી કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application