દેશમાં ૨૦૧૪ બાદ થયેલા સત્તા પરિવર્તન પછી કોંગ્રેસ એક કરતા વધારે સંકટોનો સામનો કરી રહી છે. દેશની સૌથી જુની પાર્ટી પર હવે એક નવું સંકટ ઉભુ થયું છે અને તે છે આર્થિક સંકટ. તેમાં પણ દિવસે આવકવેરા વિભાગે કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરીને . ૨૧૦ કરોડની વસૂલાત કરતા દાયા પર ડામ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે કોંગ્રેસને આર્થિક સંકટનો એટલી હદે સામનો કરવો પડી રહ્યો છે કે હાલ પાર્ટી પાસે કર્મચારીઓના પગાર, વીજળી અને પાણીના બિલ ભરવા માટે પણ પૈસા બચ્યા નથી તેમજ રાહત્પલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
કોંગ્રેસે તાજેતરમાં ક્રાઉડ ફંડિંગ અભિયાન શ કયુ છે. જે બે રીતે હાથ ધરવામાં આવ્યું હતું. દેશ અને ભારત જોડો ન્યાય યાત્રા માટે દાન આપો અને ન્યાય માટે દાન કરો.જેમાં કુલ ઓનલાઈન કલેકશન– . ૨૨,૪૭,૯૨,૭૨૩ અને ન્યાય સંગ્રહ માટે ૫,૫૬,૩૧,૯૯૬નું ભંડોળ પ્રાપ્ત થયું હતું.કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે આ પૈસા અમીર મૂડીવાદીઓ અને કોર્પેારેટ બોન્ડના પૈસા નથી. આ પૈસા કોંગ્રેસ પાર્ટીના ખાતામાં છે, તે ઓનલાઇન ક્રાઉડફંડિંગના છે. લોકોએ યુપીઆઇ દ્રારા ૧૦૦ પિયાથી ઓછી રકમમાં વધુ પૈસા જમા કરાવ્યા છે. આ નાણાં યુથ કોંગ્રેસની સદસ્યતા અભિયાન માટે છે અને તે નાણાં આવકવેરા દ્રારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપ ઈલેકટોરલ બોન્ડના પૈસા ખર્ચી રહી છે.
અમે રિટર્ન ફાઈલ કરવામાં મોડું નહોતું કયુ: કોંગ્રેસ
કોંગ્રેસે આવકવેરા વિભાગને અપીલ કરી હતી. કોંગ્રેસ વતી એડવોકેટ વિવેક ટંખા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે, જેમાં કોંગ્રેસ સૌથી મોટા હિસ્સેદારોમાંની એક છે. જો આવકવેરા વિભાગ દબાણ કરશે તો કોંગ્રેસ આ ઉત્સવથી દૂર રહેશે. શું આવકવેરા વિભાગ લોકશાહીને જીવતં રાખવા માંગતો નથી? આવકવેરા વિભાગ રિટર્ન ફાઈલ કરવામાં ૧૫ દિવસના વિલંબની જાણ કરી હતી . યારે, અમારા મતે અમે મોડું નહોતું કયુ. અમારી તારીખ ૩૧મી માર્ચ સુધી હતી. અમે ફેબ્રુઆરીની શઆતમાં ફાઇલ કરી હતી. મુદ્દો એ છે કે આપણે મોડું કયુ કે નહીં. આ મામલે એસેસમેન્ટ ઓફિસરનો આદેશ ૨૦૨૧માં આવ્યો હતો, ત્યારબાદ અમે એપેલેટ કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી હતી. તેનો નિર્ણય ૨૦૨૩ની શઆતમાં લેવામાં આવ્યો હતો, જેની સામે અમે મે ૨૦૨૩માં આઈટીએટી સમક્ષ અપીલ દાખલ કરી હતી.
કોંગ્રેસનું સૌથી વધુ ક્રાઉડ ફંડિંગ ધરાવતા ટોચના પાંચ રાયો
રાજસ્થાન – ૪,૨૪,૯૭,૮૮૮
હરિયાણા – ૨,૪૧,૮૮,૦૬૫
તેલંગાણા – ૧,૯૮,૦૯,૯૨૭
મહારાષ્ટ્ર્ર – ૧,૮૭,૦૦,૦૧૨
મધ્ય પ્રદેશ – ૧,૬૫,૨૪,૭૮૫
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech