પ્રથમ જયોતિલિગ દેવાધિદેવ મહાદેવના સાંન્નિધ્યમાં આજે તા.૨૧થી તા.૨૩ દરમિયાન રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાયકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો આજે બપોરથી પ્રારભં થયો છે.
આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાયકક્ષાના મંત્રીઓ તથા ૧૯૫થી વધુ સનદી અધિકારીઓ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના રોડ મેપ અંગે ચર્ચા–મનોમંથન કરશે.
આ ચિંતિન શિબિરમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોનું કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, મુખ્યમંત્રી ઉડાન યોજના અંતર્ગતની લાઈટમાં આવી પહોંચ્યા હતાં. આ ઉડાન યોજનાની શઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનો સામાન્ય નાગરિક પણ હવાઈ મુસાફરીનું સપનું પૂ કરી શકે તે માટે શ કરી હતી.
આ શિબિરમાં આરોગ્ય, પોષણ, શહેરીકરણ, માળખાગત વિકાસ, શિક્ષણમાં ગુણાત્મક સુધારા, કોમ્યુનિકેશન એકશન પ્લાન, ઈન્ફ્રાસ્ટ્રકચર, કુપોષણ નિવારણ, પીવાનુ શુધ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકો માટેની કાળજી, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણ, સહિતના મુદ્દાઓનો સમાવેશ થશે અને બપોરના મુખ્ય સેમિનાર હોલમાં (સોમનાથ વોક–વે પથ પાસે) ચર્ચા રાખવામાં આવી હતી. કાલે તા.૨૨ના સવારના યોગ કાર્યક્રમ સાગર દર્શન ખાતે રાખવામાં આવેલ છેે, તા.૨૩ના સવારે ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, શારદા મંદિર સહિતના ધર્મસ્થાનોમાં ટુર કરવામાં આવશે અને બપોરના ત્રણ કલાક સમા થશે. આ ત્રણ દિવસના ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી કેબીનેટ મંત્રીઓ અને સચિવો સહિત ઉચ્ચ અધિકારીઓ ૨૦૦થી વધુ હાજરી આપી રહ્યા છે. ગાંધીનગરના પ્રતિનિધિના અહેવાલમાં જણાવાયા મુજબ આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન–મંથન માટે પસદં કરવામાં આવ્યા છે તેમાં રાયમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લ ાઓ અને સ્થાનિક સ્વરાયની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારભં સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વકતવ્યો પણ યોજાવાના છે.
આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લ ા કલેકટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.
જેમાં ખાસ કરીને ભારત સરકાર (નીતિ આયોગ) દ્રારા નક્કી કરાયેલા ૧૬ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ–એસડીજીની સ્થિતિ બાબતે ચર્ચા કરાશે. એમાં પણ ગત ૨૦૨૩–૨૪ના વર્ષમાં ૧૬ એસડીજીમાંથી ગુજરાત માત્ર બે ગોલમાં જ સારો દેખાવ કરી શકયું હતું, તે સિવાય અન્ય રાયોએ ગુજરાતને માત આપી હતી. આ બાબતે ભારત સરકારની નારાજગી દૂર કરવા માટે આગામી સમય માટેનો એક ખાસ રોડ–મેપ તૈયાર કરાશે. જેનો મુખ્ય આશય ગુડ–ગવર્નન્સ અને પારદર્શી–પ્રજાભિમુખ વહીવટ છે
બે ચાર્ટર્ડ પ્લેનમાં અધિકારીઓ કેશોદ પહોંચ્યા
આજથી અઢી દિવસ માટે સોમનાથ મંદિરના સાંનિધ્યમાં ચિતન શિબિર શરૂ થઇ છે, ૧૯૭ જેટલા આઇએએસ–આઇપીએસ–આઇએએસ અધિકારીઓ, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ કેટલાક પદાધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. સીત્તેર માણસોને સમાવવાની ક્ષમતાવાળા બે ચાર્ટર્ડ પ્લેન સવારે ૬ વાગે અને ૯ વાગે ગાંધીનગરથી કેશોદ અને ત્યાંથી વોલ્વો બસ દ્રારા સોમનાથ પહોંચયા હતા. આજે બપોરના ભોજન બાદ આરએસએસના પ્રાર્થના મનુષ્ય ગૌરવ ગીત દ્રારા અઢી વાગે શ થનારી શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્દઘાટન સંબોધન કરશે, કર્મયોગના ૬ મૂળભૂત સિદ્ધાંત ઉપર મુખ્યમંત્રી વકતવ્ય આપશે. શનિવારે બપોરના ભોજન બાદ પૂર્ણ થનારી આ અઢી દિવસની શિબિરમાં ૭ ગ્રૂપોમાં વિભાજીત કરવામા આવી છે. જેમાંને અધિકારીઓ ગુજરાતમાં નવી રોજગારીની તકો ઊભી કરવી, ગ્રામીણ વિસ્તારમાં લોકોની આવકમાં વધારો કરવો, સરકારી યોજનાઓમાં ૧૦૦ ટકા લયાંક હાંસલ કરી સંતૃિ યાને સેચ્યુરેશન લાવવું તથા પ્રવાસનમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાય સંસ્થાઓનું યોગદાન–એમ કુલ ૪ વિષય ઉપર મંથન કરી તેના અમલ કરણ માટે વ્યૂહરચના ઘડશે.ઉપરાંત રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાના વિષય ઉપર પણ ચર્ચા થશે. આ સિવાય તમામ અધિકારી, મંત્રીઓ–પદાધિકારીઓ સોમનાથ મંદિરમાં સંધ્યા આરતી, યોગ સહિતના કાર્યક્રમોમાં પણ ભાગ લેવાનાર છે.ગુજરાત સરકાર ની ૧૧મી ચિંતન શિબિરમાં આગામી વર્ષેામાં વિકાસનો નવો રોડ મિત્ર તૈયાર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપાના પાર્કિંગના 17 અનામત પ્લોટમાં ભૂમાફિયાઓના નાના-મોટાદબાણ
November 21, 2024 02:19 PMસોમનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
November 21, 2024 01:56 PMએલાવ... એય.. વિશ્ર્વ શૌચાલય દિવસ ભલે ઉજવ્યો હવે મારું તો કંઇક કરો !
November 21, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech