કારખાનાની છતે પતંગ ચગાવતી વખતે પટકાતા આઠ વર્ષના બાળકનું મોત
કારખાનાની છતે પતંગ ચગાવતી વખતે પટકાતા આઠ વર્ષના બાળકનું મોત
January 16, 2026 04:06 PM
સંક્રાતિએ પતંગ ચગાવતી વખતે દોરાથી હાથ, પગ, ગળાના ભાગે ઇજા થવાની સાથે ધાબા ઉપરથી પડી આખડી જવાના બનાવો પણ નોંધાયા હતા. જેમાં 40થી વધુ લોકો દોરાથી ઘવાયા હતા જયારે ગઈકાલે એક વ્યક્તિનું મૃત્યુ અને પાંચથી વધુ વ્યક્તિ પટકાતા ઇજા થઇ હતી. આ વચ્ચે ગઈકાલે બપોરના સમયે કોઠારીયા સોલવન્ટમાં સોમનાથ વે બ્રિજ પાસે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કરખાનાની છત ઉપરથી પતંગ ચગાવતી વખતે પટકાતા આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં સોમનાથ વે બ્રિજ પાસે જીઆઇડીસી વિસ્તારમા આવેલા કારખાની છત ઉપર પતંગ ચગાવતી વખતે અંકિત જુગલેશભાઈ બિંદ (ઉ.વ.8)નો બાળકનીચે પટકાતા પરિવારજનો સહિતના દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમા કલ્પાંત સર્જાયો હતો. બનાવને લઈને આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.