BREAKING NEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટમાં બપોરે ૧૨થી સાંજે સાત સુધી ભરચક્ક કાર્યક્રમો

  • March 28, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાપાલિકાના ૭૫૧ કરોડના ૪૫ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત


નવનિર્મિત લેઉવા પાટીદાર બોડિગનું લોકાર્પણ સહિતના શ્રેણીબધ્ધ કાર્યક્રમો


ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે, બપોરે ૧૨:૨૦ કલાકે તેમનું આગમન થશે ત્યારબાદ તેઓ પૂરા સાત કલાક રાજકોટ શહેરમાં વિતાવશે જે દરમિયાન ભરચક કાર્યક્રમો યોજાશે. સાંજે સાત કલાકે તેઓ હિરાસર એરપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા ઉડાન ભરશે.
રાજકોટમાં આજે અનેક કાર્યક્રમોમાં મુખ્યમંત્રીનો મુખ્ય કાર્યક્રમ રાજકોટ મહાપાલિકા હસ્તકના ૭૫૧ કરોડના વિકાસ કામોના ખાતમુહર્ત અને લોકાર્પણનો છે જે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાપાલિકાના કુલ .૭૫૧ કરોડના ૪૫ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં રેલનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૯ કરોડના ખર્ચે નિર્મિત ઇડબલ્યુએસ (ઇકોનોમિક વીકર સેકશન–૨) આવાસ યોજનાના ૧૦૧૦ આવાસો અને ૪૭ દુકાનો લોકાર્પણ થશે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજકોટ શહેરના ૧૦૧૦ ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળશે


મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત મિનિટ ટુ મિનિટ
૧૨:૨૦ હિરાસર એરપોર્ટ ખાતે આગમન અને પ્રસ્થાન
૧૩:૦૦ અટલબિહારી ઓડિટોરિયમ રાજકોટના કાર્યક્રમમાં આગમન
૧૩:૪૫ અટલબિહારી ઓડિટોરિયમના કાર્યક્રમ રાજકોટથી પ્રસ્થાન
૧૪:૦૦ સર્કિટ હાઉસ રાજકોટ ખાતે આગમન અને રિઝર્વ
૧૫:૧૫ સર્કિટ હાઉસ રાજકોટથી પ્રસ્થાન
૧૫:૩૦ વાગે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ રાજકોટના કાર્યક્રમમાં આગમન
૧૬:૩૦ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ રાજકોટના કાર્યક્રમથી પ્રસ્થાન
૧૬:૫૦ મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ રાજકોટના કાર્યક્રમમાં આગમન
૧૭:૧૫ મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ રાજકોટના કાર્યક્રમથી પ્રસ્થાન
૧૭:૩૦ લેઉઆ પટેલ બોડિગ, બાલાજી હોલ પાસે રાજકોટના કાર્યક્રમમાં આગમન
૧૮:૩૦ લેઉઆ પટેલ બોડિગ, બાલાજી હોલ પાસે રાજકોટના કાર્યક્રમથી પ્રસ્થાન
૧૯:૦૦ હિરાસર એરપોર્ટ રાજકોટ આગમન અને પ્રસ્થાનઆજકાલ પ્રતિનિધિ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News