જોડિયા પંથકમાં બાળકી પર દુષ્કર્મ પ્રકરણમાં પાંચ દિવસમાં ચાર્જશીટ

  • August 26, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાકીદે પોલીસે પુરાવા મેળવી આરોપનામું કોર્ટમાં રજુ કર્યુ

જોડિયાના ગ્રામ્ય પંથકમાં  સાત વર્ષની બાળકી સાથે એક નરાધમે  દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ મા આરોપીને ઝડપી લેવાયો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.પોલીસે ફક્ત પાંચ દિવસમા જ આરોપનામું કોર્ટમાં રજૂ કરી દીધું છે.
જોડિયા નાજીક વાડી વિસ્તાર મા રહેત એક પરિવાર ના પિતા-પુત્રી ગત. તા. ૧૯નાં સાંજે ખેતીકામ માટે ખેતરે ગયા હતા. જ્યાં પિતા ખેતી કામ કરતા હતા ત્યારે  બાળકી  એકલી રમી રહી હતી ત્યારે  અશ્વિન જયંતિભાઈ ગોહેલ (ઉ.વ.૨૮ રહે. મેઘપર ગામ) નામના શખ્સે તે બાળકી પાસે આવી તેને પોતાની સાથ થોડે દૂર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સના કૃત્યથી હેબતાયેલી બાળકીએ બૂમાબૂમ  કરતા નજીકમાં જ કામ કરી રહેલા પિતા દોડી આવ્યા હતા.
દરમિયાન આરોપી અશ્વિન ગોહેલ બાળકી છોડીને નાસી ગયો હતો. આ અંગે બાળકીનાં પિતાએ પોલીસમા ફરિયાદ નોંધાવતા  પીએસઆઈ આર.ડી. ગોહિલએ આરોપી  અશ્વિન ગોહેલને ઝડપી પડયો હતો અને તેની જેલ હવાલે કરવામાં આવ્યો હતો. એસપી પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાની સુચનાથી અને સીપીઆઇ ગજજરના માર્ગદર્શન મુજબ તાકીદે પુરાવા મેળવી ચાર્જસીટ કરવા સુચના આપતા જોડીયા પોલીસ દ્વારા ફક્ત પાંચ જ દિવસમાં આરોપી સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application