રાજકોટ આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં વધતી સ્પર્ધા અને કારકિર્દીના તણાવ વચ્ચે યુવતીઓ માનસિક રીતે વધુ અસુરક્ષિત બની રહી છે. પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ વધતી ચિંતા અને હતાશા સામે હવે ભારતીય પરંપરાગત મંત્રોચ્ચાર એક મજબૂત ઉભરી આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં ચોંકાવનારા અને હકારાત્મક પરિણામો સામે આવ્યા છે.મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ એ. જોગસણના માર્ગદર્શન હેઠળ વિર્દ્યાીની વિંઝુડા રિંકલ દ્વારા યુવતીઓમાં ચિંતા, હતાશા અને મનોવૈજ્ઞાનિક સુખાકારી પર મંત્રોની અસર વિષય પર અભ્યાસ હા ધરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં ૧૮૦ યુવતીઓને સામેલ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યુવતીઓનું મનોવૈજ્ઞાનિક માપન કરવામાં આવ્યું ત્યારે તેમનામાં ચિંતા અને હતાશાનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળ્યું હતું.આ યુવતીઓને સતત ૨૦ દિવસ સુધી નિયમિત રીતે મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા હતા. ૨૦ દિવસ બાદ જ્યારે ફરી પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે પરિણામો આશ્ચર્યજનક હતા. યુવતીઓની ચિંતા અને હતાશાના સ્તરમાં ૫૦% જેટલો ઘટાડો નોંધાયો હતો અને તેમની આંતરિક , માનસિક ખુશીમાં ધરખમ વધારો થયો હતો.અભ્યાસના તારણો મુજબ, મંત્રોચ્ચાર એ માત્ર ધાર્મિક પ્રક્રિયા ની પરંતુ એક અસરકારક માનસિક કસરત છે. મંત્રોના લયબદ્ધ ઉચ્ચારણી ભટકતા વિચારો અટકે છે અને મન એકાગ્ર બને છે, નિયમિત મંત્રોચ્ચારી મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, મંત્રોચ્ચાર કરતી વખતે લેવામાં આવતા ઊંડા શ્વાસ શરીરને આરામ આપે છે અને તણાવ ઘટાડે છે, મન સ્રિ વ્યક્તિમાં પડકારોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ વધે છે અને ભાવનાત્મક નિયંત્રણ સુધરે છે.આ સંશોધન અંગે ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, આજના યુવાનો, ખાસ કરીને યુવતીઓ જેઓ અભ્યાસ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધવા મી રહી છે, તેમના માટે મંત્રોચ્ચાર એ સૌી સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે. જો રોજિંદા જીવનમાં થોડો સમય મંત્રોચ્ચાર માટે ફાળવવામાં આવે, તો તે માનસિક રીતે વ્યક્તિને ખૂબ મજબૂત બનાવી શકે છે.ભારતીય સંસ્કૃતિની આ પરંપરાગત પદ્ધતિ આધુનિક યુગની માનસિક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત ઈ રહી છે. આ અભ્યાસ ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટા સંશોધનો માટે નવો માર્ગ ખોલશે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. ધારા દોશીએ જણાવ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં આ પ્રકારના સંશોધનોનું મહત્વ અત્યંત વિશેષ છે. વર્તમાન સમયમાં જ્યારે વિશ્વ ફરી એકવાર માનસિક શાંતિ માટે ભારત તરફ જોઈ રહ્યું છે, ત્યારે આવા પ્રાયોગિક અભ્યાસો પ્રાચીન વારસાને આધુનિક મહોર લગાવે છે. ભવનના અધ્યક્ષ ડો. ધારા દોશીએ વિર્ધાનિી રિંકલ વિંઝુડાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં સમાજ ઉપયોગી કાર્યો અને સંશોધન કરતી રહે તેવી ટકોર કરેલ.ભારતીય પરંપરાઓમાં મંત્રોચ્ચારનું મહત્વ સદીઓી છે, પરંતુ આજના તર્ક આધારિત યુગમાં લોકો આંકડા અને પુરાવા માંગે છે. આ અભ્યાસ દ્વારા મળેલો ૫૦% જેટલો સુધારો વૈજ્ઞાનિક મહોર મારે છે કે આ પદ્ધતિ ખરેખર કામ કરે છે. દરેક વખતે માનસિક તણાવ માટે દવાઓ લેવી હિતાવહ ની હોતી, કારણ કે તેની આડઅસરો હોઈ શકે છે. આ સંશોધન એક એવી ડ્રગ-લેસ (દવા વગરની) થેરાપી આપે છે જેની કોઈ સાઈડ ઈફેક્ટ ની. સોશિયલ મીડિયા, કારકિર્દીની સ્પર્ધા અને બદલાતી જીવનશૈલીને કારણે યુવાનોમાં માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. આવા સંશોધનો યુવાનોને ફરીી પોતાના મૂળ સો જોડીને સ્રિતા પ્રદાન કરે છે. સમાજમાં હજુ પણ માનસિક બીમારીઓને ગાંડપણ સો જોડવામાં આવે છે. આવા શૈક્ષણિક અભ્યાસો સાબિત કરે છે કે માનસિક સુખાકારી એ જીવનનો એક સામાન્ય અને મહત્વનો ભાગ છે....