BREAKING NEWS

સાવધાન! ટ્રેનના ડબ્બા કે બાથરૂમમાં બીડી-સિગરેટ પીધી તો ખિસ્સું થશે ખાલી

  • May 30, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો તમે પણ કાયદાનું ઉલ્લંઘન કરીને ધૂમ્રપાન કરવાની ભૂલ કરો છો, તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનના કોચ, શૌચાલય (ટોયલેટ) તેમજ રેલવે સ્ટેશનના સમગ્ર પરિસરમાં બીડી, સિગરેટ કે અન્ય કોઈપણ પ્રકારના તમાકુ ઉત્પાદનોના સેવન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર નિયમોનો ભંગ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ભારે દંડ વસૂલવામાં આવશે.
પકડાયા તો કઈ કલમ હેઠળ થશે દંડ?
રેલવે એક્ટના કાયદા અનુસાર ટ્રેન અને સ્ટેશન વિસ્તારને સંપૂર્ણપણે 'નો સ્મોકિંગ ઝોન' જાહેર કરાયેલ છે.
રેલવે એક્ટની કલમ ૧૬૭
જો કોઈ વ્યક્તિ ટ્રેનના ડબ્બામાં કે બાથરૂમમાં છુપાઈને સ્મોકિંગ કરતી પકડાશે, તો રેલવે અધિનિયમની કલમ ૧૬૭ હેઠળ તેની સામે તુરંત ગુનો નોંધવામાં આવશે.
દંડની રકમ
નિયમ તોડનારા મુસાફરો પાસેથી સ્થળ પર જ રૂ. ૧૦૦ થી લઈને રૂ. ૫૦૦ સુધીનો રોકડ દંડ વસૂલવામાં આવી શકે છે.
જેલની સજા
જો કોઈ મુસાફર સ્મોકિંગનો દંડ ભરવાની ના પાડે અથવા વારંવાર આ જ ગુનો આચરે, તો રેલવે પોલીસ (RPF) દ્વારા તેની ધરપકડ પણ થઈ શકે છે અને કાયદાકીય જોગવાઈ મુજબ જેલ ભેગા કરવાની સજા પણ થઈ શકે છે.
શા માટે રેલવેએ નિયમો કર્યા વધુ કડક?
બંધ ટ્રેનની અંદર કે શૌચાલયમાં સિગરેટ પીવાથી નીકળતો ધુમાડો બાળકો, વૃદ્ધો અને બીમાર મુસાફરો માટે અત્યંત જોખમી સાબિત થાય છે. આ ઉપરાંત, સળગતી બીડી કે સિગરેટના કારણે ટ્રેનમાં મોટી આગ લાગવાની દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોમાં એડવાન્સ ફાયર સેન્સર પણ લગાવવામાં આવ્યા છે, જેથી સ્મોકિંગ કરતાની સાથે જ એલાર્મ વાગી જાય છે અને ટ્રેન આપમેળે ઊભી રહી જાય છે.તેથી, આગામી મુસાફરી દરમિયાન મુશ્કેલીથી બચવા માટે કાયદાનું પાલન કરો અને જવાબદાર નાગરિક બનો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News