અખાત્રીજે બાળ લગ્ન અટકાવવા તત્રં સજ ગોર મહારાજ અને કેટરર્સ સામે પણ થશે કેસ
અખાત્રીજે બાળ લગ્ન અટકાવવા તત્રં સજ ગોર મહારાજ અને કેટરર્સ સામે પણ થશે કેસ
April 18, 2026 02:29 PM
આગામી અખાત્રીજના પવિત્ર દિવસે રાયમાં મોટા પાયે લ પ્રસંગોનું આયોજન થતું હોય છે. આ શુભ મુહર્તની આડમાં કયાંય પણ સામાજિક કુરિવાજ સમાન બાળ લો ન થાય તે માટે તમામ જિલ્લ ા વહીવટી તત્રં અને જિલ્લ ા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા અત્યતં કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તત્રં દ્રારા સ્પષ્ટ્ર કરવામાં આવ્યું છે કે બાળ લ અટકાવવા માટે ખાસ મોનિટરિંગ ટીમો તૈયાર કરી દેવામાં આવી છે, જે શંકાસ્પદ પ્રસંગો પર તુરતં કાર્યવાહી કરશે. તંત્રએ આ વખતે એક મહત્વનો નિર્ણય લીધો છે કે બાળ લ રોકવા માટે માત્ર વાલીઓ જ જવાબદાર ગણાશે નહીં. આ ગુનામાં સાથ આપનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. જેમાં લ કરાવનાર ગોર મહારાજ, રસોઈ બનાવનાર કેટરર્સ, મંડપ ડેકોરેટર્સ, ફોટોગ્રાફર્સ તેમજ બેન્ડવાજા અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેવા આપનારાઓને સૂચના અપાઈ છે કે લનું કામ લેતા પહેલા વર અને કન્યાની ઉંમરના પુરાવા તપાસવા તેમની જવાબદારી રહેશે. ખાસ કરીને અખાત્રીજના દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં બાળ લના કિસ્સા વધુ બનતા હોવાથી તત્રં દ્રારા ત્યાં વિશેષ મોનિટરિંગ કરવામાં આવશે. કાયદાકીય રીતે લ માટે યુવકની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ હોવી અનિવાર્ય છે. જો કોઈ પણ વ્યકિત બાળ લ કરાવે, તેમાં મદદ કરે કે ભાગ લે, તો તેને ૨ વર્ષની સખત કેદ અને ૧ લાખ પિયા સુધીનો દડં થઈ શકે છે. તત્રં દ્રારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમની આસપાસ કયાંય પણ બાળ લ થવાની શકયતા દેખાય, તો તુરતં જ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ અથવા અભયમ હેલ્પલાઈન ૧૮૧ પર સંપર્ક કરવો. માહિતી આપનારની ઓળખ ગુ રાખી આ સામાજિક કુરિવાજને નાબૂદ કરવામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.