આગામી પહેલી એપ્રિલથી સીબીએસઇમાં ધો.૩ થી૬ માં નવા અભ્યાસક્રમ મુજબ વિધાર્થીઓને જણાવવામાં આવશે જેના માટેના પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે.હાલમાં એન સી ઇ આર ટી દ્રારા નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪–૨૫થી તે અમલમાં આવશે. જોકે, ધોરણ–૩ અને ૬ સિવાયના બાકીના તમામ ધોરણમાં હાલમાં જે પુસ્તકો અમલમાં છે તે જ ચાલુ રહેશે. નવી શિક્ષણનીતિ અંતર્ગત પુસ્તકમાં થઈ રહેલા બદલાવને લઈને શિક્ષકો અને આચાર્યેાને પણ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. વિધાર્થીઓ પણ નવો અભ્યાસક્રમ સરળતાથી સમજી શકે તે માટે ધોરણ–૬ના વિધાર્થીઓ માટે બ્રિજ કોર્સ અને ધોરણ–૩ના વિધાર્થીઓ માટે સંક્ષિ માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એન સી ઇ આર ટી એ પત્ર દ્રારા જાણ કરી હતી કે, ગ્રેડ ૩ અને ૬ માટેનો નવો અભ્યાસક્રમ અને પાઠ પુસ્તકો હાલમાં તૈયાર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. જેથી શાળાઓએ હવે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી એન સી ઇ આર ટી દ્રારા પ્રકાશિત જૂના પાઠયપુસ્તકોની જગ્યાએ ધોરણ–૩ અને ૬ માટે નવા અભ્યાસક્રમ અને પાઠપુસ્તકોના આધારે વિધાર્થીઓને અભ્યાસ કરાવવાનો રહેશે. બોર્ડ દ્રારા સંભવત આગામી થોડાક દિવસોમાં જ પુસ્તકો તૈયાર કરી દેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. બોર્ડ દ્રારા સ્કૂલોના આચાર્ય અને શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં તેમને નવી શિક્ષણનીતિ અંતર્ગત અભ્યાસની નવી રીતો અને તે અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
સમગ્ર દેશમાં આવેલી સી બી એસ ઇ સ્કૂલોમાં ૧ એપ્રિલ, ૨૦૨૪થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારભં થવાનો છે. જેમાં ધોરણ–૩ અને ધોરણ–૬માં નવા પાઠ પુસ્તકો અમલમાં આવશે. પરંતુ તે સિવાયના અન્ય તમામ વર્ગેા માટે અભ્યાસક્રમ અને પાઠ પુસ્તકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બોર્ડ દ્રારા શાળાઓને સૂચન કરવામાં આવ્યું હતું કે, બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ અભ્યાસક્રમને તમામ વિધાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચાડવામાં આવે. આ ઉપરાંત ધોરણ–૯થી ૧૨ના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪–૨૫ માટેના અભ્યાસક્રમ પણ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech