BREAKING NEWS

બાલાજી હોલ પાસે આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા વેપારી ઝડપાયો

  • April 30, 2026 10:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક મોબાઇલ આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અનિલ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલ તરફ જતાં રસ્તે સાવલીયા હોસ્પિટલ નીચે આવેલી ખોડલ મોબાઈલ ઝોન નામની દુકાન ધરાવતાં બંસી ડાવરા નામના શખસ પોતાની દુકાનનની બહાર ઉભો
રહી મોબાઈલમાં ઓનલાઈન આઈડી.ની સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલીક દોડી જઈ મોબાઈલના ધંધાર્થી બંસી મનસુખભાઈ ડાવરા (રહે. શ્રીન પાર્ક સોસાયટી શેરી નં.૧, બાપા સિતારામ
ઠેબચડાની સીમમાં જુગાર રમતા વેપારી સહિત પાંચ ઝડપાયા
આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એ.જોગીયા, દેવાંગભાઈ પાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ઠેબચડા ગામની સીમમાં સંજયભાઈ દુમાદીયાની વાડી પાસે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં સંજય દેવાભાઈ દુમાદીયા, રણજીત સુરેશભાઈ સરવૈયા, વેપારી ભરત ગોવિંદભાઈ થોરીયા, હરેશ તરસીભાઈ મોઢવાણીયા અને નિતેશ વેલજીભાઈ મકવાણાને ઝડપી લઈ પટમાંથી રજૂ.૧૦૫૪૦ની રોકડ કબજે કરી તમામ આરોપી વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોક, મવડી) ને ઝડપી લઈ તેનો મોબાઈલ તપાસતા તેમાં ઓલ પેનલ એકક્ષવેન્જ-૯ નામની આઈ.ડી. ખુલી હોય જેમાં મુંબઈ ઈન્ટીવન્સ અને હૈદરાબાદ વચ્ચે ચાલતી આઈપીએલ
ટી-૨૦ મેચ પર સટ્ટો રમતો હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની ઘરપકડ કરી આ આઈ ડી.કોની પાસેથી લીધી અને કેટલા સમયથી સહો રમતો હતો તે અંગે વધુ તપાસ હાવ ઘરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application