અલ્તાફ છ આંગળી સહિતના બુગલેગરની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળશે

  • March 19, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કાયદો–વ્યવસ્થાની મજાક ઉડાવનાર લોકો સામે કડડમાં કડક કાર્યવાહી કરવાની રાજય પોલીસ વડાની સુચનાને પગલે ગુજરાતના ૧૫ નામચીન ગુનેગારોની યાદી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા તૈયાર કરવામાં આવી છે જેમાં જુગાર, દા, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો પિયા ભેગા કરી પોતાની મિલકતો ભેગી કરનાર લોકોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. એસએમસી દ્રારા તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં રાજકોટના કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી અને જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાનો પણ સમાવેશ થાય છે.
એસએમસી દ્રારા અલગ અલગ ૧૫ ટીમો બનાવી અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેઓના ગેરકાયદે બાંધકામ દબાણ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એસએમસીની તપાસમાં આ પંદર અસમાજિક તત્વોની ૧૯ ગેરકાયદે મિલકત અને દબાણ મળી આવ્યું છે જે અંગે કાર્યવાહી થશે.
રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્રારા ૧૦૦ કલાકમાં ગુનેગારો સામે કડડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેના ભાગપે એસએમસીના વડા નિર્લિ રોયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયા તથા ટીમ દ્રારા કાર્યવાહી કરી ૧૫ અસમાજિક તત્વોનો લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.અને તેની ગેરકાયદે મિલકત અંગેની યાદી પણ જાહેર કરાઇ છે. જેમાં અમદાવાદના મનપસદં કલબ, સરદારનગરનો સાવન, ક્રિકેટ સત્તાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઐંઝા કે જેનો બંગલો સિંધુભવન રોડ પર હોય તેવું સામે આવ્યું છે. જેમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું એસએમસીએ શોધી કાઢું છે.
આ ઉપરાંત રાજકોટના કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમની ન્યુ વિજયનગર શેરી નંબર ૩ થોરાળા ભાવનગર રોડ રાજકોટ ખાતે મકાન છે જે મકાન સૂચિત જગ્યામાં છે તેના પર ગેરકાયદે બાંધકામ કયુ છે. યારે જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાની જૂનાગઢમાં ખામધ્રોળ ગામના રેવન્યુ સર્વે નંબરમાં જમીનનો પ્લોટ આવેલો હોય જેના પર કારખાનું શેડ ગેરકાયદે હોય જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એસએમસી દ્રારા ભચના બુટલેગર નયન ઉર્ફે બોબડો, અમદાવાદના બાબુ ગુલાબભાઈ રાઠોડ, લમણસિંહ ઉર્ફે ક્રિષ્ના ગુલાબસિંહ રાઠોડ, સાવન નથુભાઈ દીદાવાલા, રાજુ ઉર્ફે ગેંડી પચદં ક્રિષ્ણાની, જુગારી ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ, કચ્છનોબુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, પુના ભાણાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગરના કેમિકલ ચોરીમાં સંડોવાયેલા રવિ રાજ ભુપતભાઈ પગગીર ઉર્ફે રવિરાજ કાઠી, સુરતના બુટલેગર રામવરણ ઉર્ફે મુન્નો લંગડો, મહંમદ સલીમ ફ્રત્પટવાલા, મોહમ્મદ ફિરોજ ઉર્ફે ફ્રત્પટવાલાનો આ યાદીમાં સમાવેશ છે. જેમના ગેરકાયદે બાંધકામ દબાણ પર કાર્યવાહી કરવા માટે સંબંધિત શહેરના પોલીસ કમિશનર જિલ્લા અધિક્ષકને પત્ર પાઠવવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application