દેશના મેડીકલમાં પ્રવેશ લેવા માંગતા ૨૩ લાખથી વધુ વિધાર્થીના સ્વપનોને ચકનાચૂર કરી નાખનારા અને નીટ પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી પીવી કુલકર્ણીના ગેરકાયદેસર બની રહેલા બંગલા પર મહારાષ્ટ્ર્રના બીડ મ્યુનિસિપલ કોર્પેારેશને મોટી કાર્યવાહી શ કરી છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલા, નગરપાલિકાએ નોટિસ જારી કરી હતી, પરંતુ બાંધકામ અટકયું ન હતું. ત્યારબાદ, મ્યુનિસિપલ ટીમે ભારે પોલીસ દળ સાથે કાર્યવાહી શ કરી હતી અને ચાલુ જ રહેશે તેવો તંત્રે નિર્દેશ આપ્યો છે.
બીડમાં આ વૈભવી મકાન કોઈપણ ઔપચારિક પ્રક્રિયા વિના બનાવવામાં આવી રહ્યું હતું. મ્યુનિસિપલ કોર્પેારેશનની તપાસમાં બહાર આવ્યું છે કે, કુલકર્ણી ઉપરાંત, પાંચ અન્ય વ્યકિતઓ પણ મિલકત પર નોંધાયેલા છે. નકશાની મંજૂરી વિના બાંધકામ ચાલી રહ્યું હતું.
એ નોંધવું જોઈએ કે પીવી કુલકર્ણીનું નામ નીટ કૌભાંડમાં ફસાયા બાદ, તેમના વૈભવી ઘરનું બાંધકામ પણ ચર્ચાનો વિષય બન્યું. યારે નગરપાલિકાએ તપાસ કરી, ત્યારે અસંખ્ય ગેરરીતિઓ મળી. કાયદાની જોગવાઈઓ હેઠળ જારી કરાયેલી ચેતવણીઓ છતાં, બાંધકામ બધં થયું નહીં. આ પછી, સ્થાનિક વહીવટીતંત્રે બુલડોઝર કાર્યવાહી શ કરી. નોંધનીય છે કે નીટ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ, આરોપી પીવી કુલકર્ણી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application