BREAKING NEWS

ભીષણ ગરમીમાં બ્રિટન સરકારે એસી પર મુક્યો પ્રતિબંધ: જાણો તેની પાછળનું કારણ

  • June 30, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુરોપિયન દેશો ગરમી અને હિટવેવથી અકળાઈ રહ્યા છે. ત્યાં ગરમી ચરમસીમાએ છે. દરરોજ તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. પરંતુ સરકારના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે. બ્રિટનમાં સરકારે ઘરોમાંથી એસી વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે અને આ અંગે જનતાને નોટિસ પણ જારી કરવામાં આવી છે. નાગરિકોને ઘરની બારીઓ ખુલ્લી રાખવા અને સીલીંગ ફેન વાપરવા સહાલ આપવામાં આવી છે.

લંડન કાઉન્સિલે એક આદેશ જારી કર્યો છે. આમાં, અધિકારીઓએ વધતી ગરમી વચ્ચે લોકોને તેમના ઘરોમાંથી એસી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, વહીવટીતંત્રનું કહેવું છે કે એસી ઘણા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે અને તેનો ઉપયોગ આખરે વિકલ્પ તરીકે થવો જોઈએ.

દરમિયાન, બ્રિટનના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને સરકારે સલામતી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. સરકાર લોકોને તેમના એર કંડિશનર દૂર કરવા પણ વિનંતી કરી રહી છે.

આ ઉપરાંત, સરકારે હોસ્પિટલોમાં સર્જરી પર પ્રતિબંધ મૂક્યો છે. ગરમીના મોજા અને એસીના અભાવને કારણે, સમગ્ર બ્રિટનમાં લગભગ ચાર હજાર ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યા છે. બ્રિટનમાં નેટ ઝીરો નીતિ હેઠળ, એસી દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, સક્રિય કૂલિંગને ફક્ત ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જ્યારે પેસિવ કૂલિંગની બધી પદ્ધતિઓ અજમાવી લેવામાં આવશે. એસીનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જ્યારે બીજો કોઈ વિકલ્પ બાકી ન હોય. તાજેતરમાં, લંડનના મેયર સાદિક ખાન પર્યાવરણ પર ભાર મૂકી રહ્યા છે. આ આદેશોમાં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એસીને બદલે, બારીઓ ખુલ્લી રાખો અને સીલિંગ ફેનનો ઉપયોગ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application