રેસકોર્સ રિંગ રોડ પર આવેલ વ્રજ હોટેલમાં લાઈનબોય સહિત બે શખસોએ ઘૂસી ધમાલ મચાવી હોટેલના મેનેજર સાથે ધોલધપાટ કરી હતી. બનાવને પગલે મેનેજરે ફરિયાદ કરતાં પ્ર. નગર પોલીસે સીસીટીવીમાં કેદ પોલીસપુત્ર સહિત બંને સામે એનસી ગુનો નોંધી બંનેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુબજ, 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને રેસકોર્સ રિંગ રોડ પર હોટેલ વ્રજ રેસકોર્ષમાં મેનેજર તરીકે નોકરી કરતા કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ ગઢિયાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરિજિતસિંહ જાડેજા અને હરિસ ફિરોજ બતાળાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તે અને તેનો સ્ટાફ હોટેલે હતો દરમિયાન બે અજાણ્યા શખસ હોટેલમાં ધસી આવ્યા હતા. દરમિયાન એક શખસે હોટેલના કાઉન્ટર પર આવી હોટેલના રજિસ્ટર સહિતની વસ્તુઓની માંગ કરી હતી જે નહીં આપતા ધમાલ મચાવી હતી અને સ્ટાફ સાથે ધોલધપાટ શરૂ કરી હતી.દરમિયાન પોલીસમાં ફોન કરવાનું કહેતા બન્ને નાસી ગયા હતાં.
બાદમાં મેનેજરે પ્ર. નગર પોલીસ મથકે પહોંચી બનાવ અંગે જાણ કરતાં પીએસઆઇ બેલીમ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગરે સીસીટીવીના આધારે તપાસ કરતાં હોટેલમાં ધમાલ મચાવનાર પોલીસ હેડક્વાર્ટર્સમાં રહેતો હરિજિતસિંહ સહદેવસિંહ જાડેજા અને નાનામવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતો હરિશ ફિરોજભાઈ બતાળા હોવાનું બહાર માલુમ પડયું હતું.બાદમાં મેનેજરની ફરિયાદ પરથી બંને સામે ગુનો એનસી ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજયમાં નકલીની બોલબાલા? અમદાવાદમાં ડુપ્લિકેટ IAS વાંકાનેરનો ભેજાબાજ ઝડપાયો
November 25, 2024 11:48 AMનાગેશ્ર્વરના ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓની નિર્દયી હત્યાની તટસ્થ તપાસ જરૂરી
November 25, 2024 11:48 AMરાજકોટમાં યુવતી સાથે ફ્રેન્ડશિપને લઇ ગીરસોમનાથના યુવકની હત્યાનો પ્રયાસ
November 25, 2024 11:46 AMજામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ
November 25, 2024 11:45 AMજસદણ બરવાળા નજીક વાડીએ વૃદ્ધને માર મારી કારમાં અપહરણ
November 25, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech