જસદણ બરવાળા ગામની સીમમાં વાડીએ વૃદ્ધને બેફામ મારમારી ઇકોમાં અપહરણ કરી જઇ કમળાપુર લઈ ગયા હતા. દરમિયાન આ બાબતે પોલીસને જાણ કરી દેતા આ શખસો વૃદ્ધને છોડી નાસી ગયા હતા. વૃદ્ધના પુત્રએ આરોપીના પિતાને મારમાર્યેા હોય જે બાબતનો ખાર રાખી તેમનું અપહરણ કરાયું હતું. ઘટના અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના પારેવાળા ગામે રહેતા લાખાભાઈ રામાભાઇ આલગા (ઉ.વ ૭૦) નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રત્ના વાઘાણી, બાબુ રત્નાભાઇ વાઘાણી (રહે બંને. કમળાપુર) તથા વિરમ મોતીભાઈ રબારી (રહે પારેવાળા) અને અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રત્ના વાઘાણી સાથે ફરિયાદીના પુત્ર ધર્મેશને વાડીએ મોટર બદલવા બાબતે માથાકૂટ થઈ હોય જે બાબતનો ખાર રાખી આરોપી રત્ન બાબુ તથા બે અજાણ્યા શખસો અહીં ફરિયાદીની વાડી બરવાળા ગામે આવેલી હોય ત્યાં આ શખસો ઇકો કાર લઈ ધસી આવ્યા હતા. અહીં આવી ફરિયાદીને ધોકા અને પાઇપ વડે મારમારી તેમનું ઇકો કારમાં અપહરણ કરી કમળાપુર લઈ ગયા હતા. અહીં વાડીએ મકાનમાં લઈ ગયા બાદ ફરિયાદીને તેના પુત્ર ધર્મેશને ફોન કરી બોલાવવા માટે કહ્યું હતું. દરમિયાન ફરિયાદીના પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હોવાની જાણ થઈ જતા વૃદ્ધને જવા દેવાયા હતા. બાદમાં આ બાબતે વૃદ્ધે ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મારામારી, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. સામાપક્ષે કમળાપુરમાં રહેતા રત્નાભાઇ વેલાભાઈ વાઘાણી (ઉ.વ ૬૩) નામના કોળી વૃદ્ધે ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ લાખાભાઈ ગઢવી (રહે. પારેવાળા તા. જસદણ)નું નામ આપ્યું છે. ફરિયાદમાં રત્નાભાઇએ જણાવ્યું હતું કે આરોપી ધર્મેશે ફોન કરી પોતાના બોરમાંથી ઈલેકટ્રીક મોટર કાઢવા માટે બોલાવ્યો હતો. આરોપી ઘરે હોય અને વાડીએ તેનો ભાગ્યો હાજર હોય જેથી ફરિયાદીએ અહીં વાડીએ તેમને આવવા માટે કહેતા તેને આવવામાં મોડું થયું હોય રત્નાભાઇએ ફરી તેને ફોન કરતા આરોપી અહીં વાડીએ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તારાથી રાહ નથી જોવાતી તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો તથા ધોકા વડે માર માર્યેા હતો. જે અંગે રત્ના વાઘાણીની ફરિયાદ પરથી ભાડલા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech