રાજકોટમાં યુવતી સાથે ફ્રેન્ડશિપને લઇ ગીરસોમનાથના યુવકની હત્યાનો પ્રયાસ

  • November 25, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઘંટેશ્ર્વર પાસે એસઆરપી કેમ્પ નજીક રહેતા અને ડેકોરેશનનું કામ કરનાર યુવાન પર ઘર નજીક સમી સાંજના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા શખસે પાઇપ અને છરી વડે હુમલો કર્યેા હતો.જેમાં યુવાનની આંગળી કપાઇ ગઇ હતી અને માથામાં પાઇપના ઘા ફટકાર્યા હોય હેમરેજની અસર થઇ હતી.યુવાનને અઢી વર્ષ પૂર્વે એક યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે બાબતેની માથાકૂટમાં આ હત્પમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
હત્યાના પ્રયાસના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ઉનાના ખાણ ગામના વતની અને હાલ રાજકોટમાં ઘંટેશ્ર્વર બ્લોક નં.૪૪૫૧૮ નવા ૧૫૦ ફટ રીંગરોડ પર ફઇના ઘરે રહેતા અને લપ્રસંગમાં ડેકોરશનનું કામ કરનાર રોહન ખેતાભાઇ બારૈયા(ઉ.વ ૨૧) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા પ્રકાશ ઉર્ફે જેનીશ સુર્દશનભાઇ સોલંકીનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી અઢી વર્ષ પૂર્વે તેને યુવતી સાથે ફ્રેન્ડશીપ હતી.જે સંબંધો યુવાને છેલ્લા દોઢ વર્ષથી મૂકી દીધા છે.બાદમાં યુવાનને આ યુવતીના મેસેજ આવતા પણ તે કોઇ જવાબ આપતો ન હતો.
દરમિયાન ગઇકાલે સાંજે તે વર્ધમાનનગરમાં આવેલા ગોડાઉન બધં કરી સાંજે ઘરે જવા માટે નિકળ્યો હતો.અહીં એસઆરપી કેમ્પ તરફ જતા રોડ પર મોમાઇ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા માટે ગયો હતો.આ સમયે પાછળથી પ્રકાશ ઉર્ફે જેનીશે આવી યુવાનને માથામાં પાઇપના બે ઘા ફટકારી દેતા યુવાનને ચક્કર આવતા તે અહીં પડી ગયો હતો.ઉભો થઇ ભાગવા જતા પ્રકાશે પાઇપના આડેધડ ઘા ફટકાર્યા હતાં.બાદમાં તેણે છરી કાઢી મારવા જતા યુવાને હાથ આડો રાખતા તેની આંગળી કપાઇ ગઇ હતી અને લોહી નિકળવા લાગ્યું હતું.પ્રકાશ કહેતો હતો કે, આજે તો તને પતાવી જ દેવો છે.બચવા માટે યુવાન અહીંથી ભાગી મોમાઇ હોટલે પહોંચી ગયો હતો.ત્યા હોટલવાળાને વાત કરી પોતાના પરિવારજનોને જાણ કરી હતી.બાદમાં યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં.
યુવાનને આ હુમલામાં માથમાાં ફ્રેકચર તથા હેમરેજની અસર થઇ છે હાથમાં આંગળમાં ફ્રેકચર અને ટાંકા આવ્યા છે.આ અંગે યુવાનની ફરિયાદ પરથી યનિ. પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.આર.રત્નુએ ફરિયાદ લઇ આરોપી પ્રકાશ ઉર્ફે જેનીશ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપ લેવા તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ પીઆઇ એમ.જી.વસાવા ચલાવી રહ્યા છે

યુવાનને ગત દિવાળીએ આરોપીએ પતાવી દેવાની ધમકી આપી હતી
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,યુવતી સાથે સંબધં ટુંકાવી લીધા બાદ ગત દિવાળીએ તે મિત્રો સાથે અટલ સરોવર પાસે ગયો હતો અને ફોટા પાડી પરત આવતો હતો.ત્યારે રૈયાધાર તરફના રોડ પર આ યુવતી અને પ્રકાશ સાથે ઉભા હોય ત્યારે પ્રકાશે ધમકી આપી હતી કે,યુવતી સાથે સંબધં રાખતો નહીં નહીંતર તને પતાવી દેવો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News