દ્વારકા વન વિભાગની ટીમ દોડી ગઇ : માલવાહક રીક્ષા છોડી શખ્સ ફરાર : ફોરેસ્ટની ટુકડી દ્વારા કરાતી સધન તપાસ
દ્વારકાના ભીમગજા તળાવ પાછળથી ક્રુર રીતે મારી નાખવામાં આવેલા ર4 કુંજ પક્ષીઓની મળેલી લાશ અત્યંત ગંભીર પ્રકરણ છે અને આ દિશામાં વન વિભાગે ઉંડી તપાસ કરી જવાબદારોને પકડવા જોઇએ, એવી લાગણી જીવદયાપ્રેમીઓમાંથી ઉઠી છે, તેમજ આ પ્રકરણથી પક્ષીપ્રેમીઓના હૈયા હચમચી ઉઠ્યા છે.
શિયાળામાં જામનગર સહિત હાલારના સમગ્ર દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થાય છે અને એક રીતે દરિયાકાંઠે તેમજ શહેરના લાખોટા સહિતના જળાશયો પર આ પક્ષીઓ રોકાણ કરે છે, જામનગર શહેરમાં આવતા નાના સીગલ પક્ષીઓ ઉપરાંત મોટા પક્ષીઓ પણ જોવા મળતા હોય છે, આ સંજોગોમાં દ્વારકા જિલ્લામાં કુંજ પક્ષીઓના શિકારની સામે આવેલી હકીકતોને ઘ્યાનમાં રાખીને પક્ષીઓની સુરક્ષા સંબંધે વન વિભાગ તથા લગત વિભાગ તરફથી જરી તકેદારી રાખવાની આવશ્યકતા છે અને આ પ્રકરણના જવાબદારોને સબક શીખડાવા માટે કડક પગલાં જરી છે.
દેવભુમી દ્વારકાના વન વિભાગની ટીમ દ્વારા શિયાળા ઋતુને લઈને ખાસ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું,તે દરમ્યાન ચરકલા, મૂળવેલ નાગેશ્વર પાસે,ભીમગજા તળાવના પાછળના રોડ પર અજાણ્યા ઈસમો દ્વારા વનયજીવ ડોમેસાઇલ ક્રેન ( કુંજ-કરકરા)નો શિકાર કરી આવતા હતા,પેટ્રોલીંગસ્ટાફ પોહચે તે પહેલાં માલવાહક રીક્ષા છોડી નાસી છુટેલ,તેમજ વાહનમાંથી 24 જેટલા કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા ત્યારે બાદ વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવા ચક્રો ગતિમાન કરાયા છે.
તા.23-11-2024ના રોજ દ્વારકા વન વિભાગના સ્ટાફ શીયાળા દરમ્યાન આવતા યાયાવર પક્ષીઓના રક્ષણ અને ફેરણાની કામગીરી કરતા હોય તે દરમ્યાન વહેલી સવારે ચરકલા,મુળવેલ નાગેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી દરમ્યાન ખાનગી બાતીના આઘારે નાગેશ્વરના ભીમગજા તળાવની પાછળ મુળવેલ ચાર રસ્તા બાજુ જતા રસ્તામાં અજાણીયા ઇસમો દ્વારા વન્યજીવ ડોમેસાઇલ ક્રેન(કુંજ-કરકરા) નો શીકાર કરી આવતા હોય પેટ્રોલીંગ સ્ટાફ પહોંચે તે પહેલા પકડાઇ જાવાના ડરથી તેમના માલવાહક રીક્ષા (છકડા) રસ્તાપર છોડી અંઘારાનો લાભ લઇ ભાગી ગયેલ હતા. જે માલવાહક રીક્ષા (છકડા) માંથી 24(ચોવીસ) મૃત વન્યજીવ ડોમેસાઇલ ક્રેન(કુંજ-કરકરા)ના મૃતદેહ મળી આવેલ હતા.
શિકારી ભાગી ગયેલ અજાણીયા ઇસમો વિરુઘ્ઘ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારકા એન.પી.બેલા આગળની તપાસ કરતા હોય આ કામગીરીમાં વન વિભાગના સ્ટાફ એચ. એમ. પરમાર, કે.એન.ભરવાડ, પી.વી.બૈડીયાવદરા, યુ.પી.સાદીયા, એસ.જી.કણજારીયા, વિનોદભાઇ ડાભી, માયાભાઇ માતંગ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech