બુટલેગર ધવલ સાવલીયાની દારૂની કમાણી, જુગારમાં સમાણી: ત્રણ કરોડ હારી ગયો હતો
બુટલેગર ધવલ સાવલીયાની દારૂની કમાણી, જુગારમાં સમાણી: ત્રણ કરોડ હારી ગયો હતો
July 16, 2026 04:18 PM
લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો સિન્ડીકેટના ૨૦ શખસો સામે ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન જેલમાં રહેલા લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો આણી ટોળકી નવ દિવસના રિમાન્ડ પર લેતાં કેટલીક ચોંકવનારી હકીકતો સામે આવી છે. બુટલેગર ધવલ સાવલીયાને જુગારની લત લાગી હોય તેણે દાની કમાણીના ત્રણ કરોડ જુગારમાં હારી ગયાનો સામે આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં દાનુ નેટવર્ક ધરાવતા કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે આણી ટોળકી સામે ક્રાઇમ બ્રાંચ દ્રારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયા બાદ દાની હેરફેર કરનાર આ સિન્ડીકેટ અંગે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. આ માલમે એસીપી ક્રાઇમ ભરત બસીયાની માર્ગદર્શન હેઠળ ગેંગના ૧૧ સભ્યોની ટીમે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં મિલકતો અંગે તપાસ તેજ કરી હતી. યારે જેલમાં રહેલ ફીરોજ ઉર્ફે ફિરીયો હાસમ મેણુ, ધવલ રસીક સાવલીયા, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હાન કાલવા, હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા અને યુસુફ ડાંગીનો જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરાતા તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. બાદમાં બુટલેગર ધવલ સાવલિયાની પુછતાછ કરતા તેને દાના ધંધામાંથી કરેલ કમાણીમાંથી તે આશરે ત્રણેક કરોડ પિયા જુગારમાં હારી ગયાની કબુલાત આપી હતી. ઉપરાંત આરોપીની પૂછતાછમાં હજુ પણ સૌરાષ્ટ્ર્રના મોટા ગજાના બે હિસ્ટ્રીશીટરો પણ રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે