BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૬ ઓગસ્ટથી તા.૧૫ ઓકટોબર સુધી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે

  • July 16, 2026 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૬ ઓગસ્ટથી તા.૧૫ ઓકટોબર સુધી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ તાલુકામાં એગ્રીસ્ટેક- ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ ખરીફ -૨૦૨૬ વિવિધ પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે મોબાઈલ એપ્લિકેશન મારફતે સમગ્ર જિલ્લામાં કુલ ૧,૫૭,૪૦૯ સર્વે નંબરોમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાકોનો સર્વે કરવા તારીખ ૧૬/૦૮/૨૦૨૬થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી આ પાકોનો સર્વે કરવાનો ચાલુ થનાર છે.

તે માટે જે તે ગામના વ્યક્તિ કે જે મોબાઈલ એપનો જાણકાર હોય અને ફિલ્ડમાં જઈ શકે તેવા વ્યક્તિને દરેક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ રૂપિયા ૧૦ મહેનતાણું આપવામાં આવશે. તો એગ્રીસ્ટેક- ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિની સર્વેયર તરીકે કામગીરી કરવા જે તે ગામના તલાટી, ગ્રામસેવક, ખેતી મદદનીશ કે તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી. એક ગામદીઠ બે થી ત્રણ સર્વેયરને વહેલા તે પહેલાના ધોરણે મોબાઈલ એપ દ્વારા કામગીરી સોપવામાં આવશે તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application