BREAKING NEWS

કેશુભાઈ મહેતા હોસ્પિટલ દ્રારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

  • July 16, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની જાણીતી અને સૌરાષ્ટ્ર્રની વિશ્વસનીય આંખની સારવાર કરતી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ સ્થાપનાના ગૌરવપૂર્ણ ૧૨૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ૧૨૧ વર્ષની સેવા યાત્રાના ભાગપે આગામી સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર્ર આસપાસના વિસ્તારોમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજન કરાયું છે. જે પૈકીનો પ્રથમ કેમ્પ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે અને ત્યારબાદ રાજકોટ ભુતખાના ચોક પાસે આવેલ મેસોનિક હોલ ખાતે યોજાશે.
શહેરમાં આરોગ્ય સેવાઓને વધુ સશકત બનાવવા અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર આંખોની સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ દ્રારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલની સ્થાપનાના ૧૨૧ વર્ષની સેવાયાત્રા નિમિત્તે યોજાઈ રહેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરિકોને આંખોની તપાસ તથા નિષ્ણાત ડોકટરોનું માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પનું આયોજન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. સમાજમાં નેત્રજાગૃતિ વધે, આંખોના રોગોનું સમયસર નિદાન થાય અને જરિયાતમદં લોકોને યોગ્યસારવાર અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આજકાલની મુલાકાતે આવેલા ડો. અજય મહેતાએ એડિટર ઈન ચિફ ચંદ્રેશ જેઠાણીને જણાવ્યું હતું.





ડો. અજય મહેતા અને ડો. તેજલ મહેતા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સંયુકત ખાતે સવારે ૧૦ વાગ્યે શ થશે. આ સેવાકીય પહેલનો લાભ લેવા માટે સર્વે જરિયાતમદં નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કેમ્પ દરમિયાન આંખોની પ્રાથમિક તપાસ, દ્રષ્ટ્રિ ચકાસણી તેમજ જરી જણાય તેવા દર્દીઓને આગળની સારવાર અંગે યોગ્ય સલાહ આપવામાં આવશે. જરિયાત મુજબ વિશેષ સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આયોજકોએ જણાવ્યું છે કે સમાજસેવાના આ પ્રયાસને વધુ સફળ બનાવવા માટે નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી કેમ્પનો લાભ લે તેમજ અન્ય જરિયાતમદં લોકોને પણ આ અંગે માહિતી પહોંચાડે. લોકોની હાજરી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફને વધુ સેવા કાર્ય માટે પ્રેરણા આપશે અને આરોગ્યલક્ષી અભિયાનને વધુ અસરકારક બનાવશે.
આ કાર્યક્રમના નિમંત્રક તરીકે ડો. અજય મહેતા, ડો. તેજલ મહેતા અને શ્રી રમેશભાઈ ટીલાળા જોડાયેલા છે. કેમ્પ અંગે વધુ માહિતી અથવા સંપર્ક માટે આયોજક સમિતિએ નિલેશભાઈ દોશી (મો. ૯૪૨૯૮ ૯૬૦૭૦) તથા સાગર તોલતાણી (મો. ૬૩૦૧૭ ૮૯૬૧૧)નો સંપર્ક કરવા અપીલ કરી છે. ઉપરાંત ડો. દર્શનબેન શાહ, અલ્પેશભાઈ ઢોલરીયા, ડો. અમિતભાઈ હાપાણી તથા ડો. ડી. જી. પટેલ પણ આયોજનમાં સહભાગી બની સેવા આપી રહ્યા છે.
આ નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ સમાજ માટે એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ સાબિત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. આયોજકો દ્રારા તમામ નાગરિકોને સમયસર ઉપસ્થિત રહી આંખોની તપાસ કરાવી પોતાની દ્રષ્ટ્રિનું સંરક્ષણ કરવા અને આ જનહિતના પ્રયાસને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application