રેસકોર્સમાં કાલે આતશબાજી ડો.બોઘરા કરાવશે પ્રારંભ

  • November 09, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા આવતીકાલે તા.10ને શુક્રવારે ધનતેરસના શુભ દિવસે રેસકોર્સ સંકુલ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે કરવામાં આવશે, આ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


વિશેષમાં આ અંગે શહેરીજનોને રંગબેરંગી અવનવા ફટાકડાની આતશબાજી નિહાળવા ઉમટી પડવા અનુરોધ કરતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજીમાં ખુબજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. આવતીકાલે તા.10ને શુક્રવાર ધનતેરસના શુભ દિવસે સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનુ આયોજન કરવામાં આવે છે. જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે થશે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.


આતશબાજી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ્ના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી, રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાપાલિકા દ્વારા દિવાળીના તહેવારના અનુસંધાને આતશબાજી દ્વારા આકાશી રંગોળી માણવા શહેરીજનોને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application