જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

  • November 06, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પોલીસ પરિવાર દ્વારા અહીંના હેડકવાર્ટર તાલીમ ભવન ખાતે ગઇકાલે રવિવારે સવારે ૯ થી ૨ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે આ રકતદાન કેમ્પ યોજાયો હતો, જેમાં એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી સોલંકી, પીઆઇ એચ.પી.ઝાલા સહિતના પોલીસ અધીકારીઓની ઉપસ્થીતીમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં સુરક્ષાકર્મીઓએ રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં ૧૦૪ સુરક્ષાકર્મીઓએ રકતદાન કરીને ખરા અર્થમાં રક્ષક તરીકેની ભુમીકા અદા કરી હતી. સીટી-બી ડીવીઝન પીઆઇ એસ.પી. ઝાલા, પીએસઆઇ એ.બી. વણકર, પીએસઆઇ એ.બી. વડાવીયા, એએસઆઇ રઘુવીરસિંહ પરમાર તથા ડી-સ્ટાફના કર્મીઓ અને એલઆઇબીના દેવસુરભાઇ સાગઠીયા સહિતની ટીમ દ્વારા કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી, એકત્ર કરાયેલું રકત જામનગરના થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની મદદ માટે પહોચાડવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application