મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવને અર્પણ કરેલા બિલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મની પ્રસાદી ઘરબેઠા મળશે માત્ર રૂ.25માં, જાણો કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું

  • February 17, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ મહાદેવ પર લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વપૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા પ્રારંભ કરી છે. જેમાં ભક્તોને ઘરેબેઠા માત્ર રૂ.25માં બિલ્વપૂજા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 વર્ષમાં 4.50 લાખ પરિવારે આ વિશેષ પૂજાનો લાભ લીધો છે. તમે પણ આ વિશેષ પૂજાનો લાભ લઇ શકો છો, જાણો આ અહેવાલમાં રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રોસેસ, આ સાથે તમે સોમનાથ મહાદેવ અને બિલ્વપૂજાનાં દર્શન લહાવો યુટ્યૂબ અને ફેસબુક પર પણ લઇ શકશો.


​​​​​​​પૂજા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ-ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે
પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની કરવામાં આવતી બિલ્વપૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરી પ્રારંભ કરવામાં આવી છે "માત્ર ₹25 બિલ્વપૂજા સેવા". ત્યારે મહાશિવરાત્રિ પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને ₹25ની ન્યોછાવર મોકલવાથી તમારા ઍડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.


ભાવિકો મહાશિવરાત્રિની સવાર સુધી બિલ્વપૂજા નોંધાવી શકશે
મહાશિવરાત્રી પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક ₹25 બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિની સવાર સુધી ભાવિકો આ બિલ્વપૂજા નોંધાવી શકશે. ત્યારે આ અદભૂત બિલ્વપૂજાનો લાભ લેવા માટે ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઈટ somnath.org અથવા અહીં આપેલો QR કોડ સ્કેન કરવાનો રહેશે.


ભક્તો ઘેરબેઠાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપૂજા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વર્ષથી મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ભક્તો માટે આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો છે. અત્યારસુધીમાં 4.50 લાખ જેટલા પરિવારે આ પૂજા નોંધાવી છે. આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા છે.


આ કોડ સ્કેન કરી પ્રસાદીનો ઓર્ડર આપી શકાશે


ભક્તોને બિલ્વપૂજાના યુટ્યૂબ-ફેસબુકના માધ્યમથી લાઇવ દર્શન કરાવાશે
શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભક્તોને બિલ્વપૂજાના યુટ્યૂબ અને ફેસબુકના માધ્યમથી લાઇવ દર્શન કરાવશે. ત્યારે મહાશિવરાત્રિ 2025 પર શ્રી સોમનાથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર ₹25 બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અદભુત બિલ્વપૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઈટ somnath.org અથવા સ્ક્રીન પર આપેલા QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application