ભાવનગરમાં આવકવેરા વિભાગની સતત ચોથા દિવસે ભાવનગર અને સિંહોરના જવેલર્સ, ફાઇનાન્સર, બિલ્ડર, શિપ બ્રેકર, તમાકુંના વેપારીને ત્યાં દરોડા–સર્ચની કાર્યવાહી શ રાખવામાં આવી છે. અને આ સર્ચ દરમિયાન ટીમને એક પછી ખુફિયા માહિતી મળવાની સાથે સાથે છુપાવામાં આવેલી રોકડ અને સાહિત્ય મળી રહ્યું છે. આ જોતા હજુ પણ વધુ દિવસો સુધી સર્ચ ચાલે તેમ મનાઈ રહ્યું છે. દરોડા દરમિયાન ફાઇનાન્સરને ત્યાંથી મળેલી રોકડ ગણવા માટે આઇટી વિભાગને મશીનો કામે મગાવવા પડા હતા. આ ઉપરાંત ગઈકાલે સર્ચ દરમિયાન તમાકુના મોટા વેપારીના ઘરમાંથી એક શુસોભન પાછળથી સિક્રેટ મ મળી આવ્યો છે અને ત્યાંથી મળેલા સાહિત્ય સહિતની તપાસ શ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ભાવનગરઅને સિંહોરમાં બિલ્ડરો, જવેલર્સ, ફાયનાન્સરો, તમાકુ વ્યવસાયકારો, શિપ બ્રેકર, ઈમ્પોર્ટ–એકસપોર્ટ સહિતનાના વ્યવસાયના સ્થળો અને રહેણાંક પર દરોડા અને સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી રણછોડદાસ જીણાભાઈ ધોળકીયા (આર.ઝેડ.)ના માલીક જયેશ ધોળકીયાના ભાવનગર સ્થિતિ ધોળકીયાના ઈસ્કોન સૌદર્ય નામના આલીશાન વસાહતમાં આવેલી હવેલીમાં તપાસ કરવામાં આવી હતી દરમિયાન એક દિવાલ પર લાકડાનું સુશોભન જોવા મળ્યું હતું. આઇટી વિભાગના અધિકારીઓની સાતિર નજર પડતા અહીં શંકાસ્પદ જણાતા અધિકારીઓએ ખખડાવ્યુ હતુ. વધુ શંકા જતા સુશોભન હટાવી જોતા અંદર મોટો ગેટ જોવા મળતા આઇટી અધિકારીઓની નજર પણ ચાર થઇ ગઈ હતી. આ ગેઇટ પાછળ એક સિક્રેટ મ હોવાનું જોવા મળતા મની ચાવી દુબઈથી તાકીદે બોલાવવામાં આવેલા આર.ઝેડના માલીક જયેશ ધોળકિયા પાસે માંગતા ચાવી પોતે દુબઈ ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આઇટી વિભાગ દ્રારા નિષ્ણાંતની મદદથી લોક ખોલવામાં આવતા કેટલુંક શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે . આ ઉપરાંત
૪૬ જગ્યા પર સર્ચ અને દરોડા દરમિયાન મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપમાં સિક્રેટ ડેટા ડીલીટ કરી નાંખવામાં આવ્યા હોવાની બાબત આવકવેરાના અધિકારીઓને ધ્યાને આવતા ડીલીટ થયેલા ડેટા રીકવર કરવાના કામમાં નિષ્ણાતં લોકો ને બેંગલોર, દિલ્હીથી બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ફાઈનાન્સરને ત્યાંથી મળેલી પેનડ્રાઈવ માંડમાંડ ખૂલી હતી. તે ખુલતા ફાઈનાન્સના ગુ સ્થળનુ લોકેશન મળ્યુ હતુ. ઈન્કમટેક્ષ ઓફિસરોની બે મોટરકાર લઈને પહોચી હતી. ત્યાં મોટી રોકડ રકમ મળી હતી. તેને ગણવા માટે ત્રણ મશીનો કામે લગાડાયા હતા. આ રોકડ રકમ બે મોટરકારની ડેકીમાં ભરીને લાવવામાં આવી હતી. શહેરના વાઘાવાડી રોડ પર આવેલા દ્રારકાદાસ જવેલર્સના શો મમાં આજે ત્રીજા દિવસે ઈન્કમટેક્ષ વિભાગ અંદાજે ૧૦ જણાંની ટીમ તપાસ કરી રહી હતી. આ જવેલર્સના બિલ્ડર, ફાઈનાન્સર અને કાળુનાણુ ધરાવના વગદાર લોકો સાથેના કનેકશન અંગેની પૂછપરછ હાથ ધરાઈ હતી. આજે પણ જવેલર્સના શો મ પર ખરીદી કરવા આવતા ગ્રાહકોને પાછા જવુ પડયુ હતુ. આમ તેમના ડેઈલી કેશ કાઉન્ટર પર ત્રીજા દિવસની આવક પર ફટકો પડયો હતો.
દરોડાના તમામ સ્થળોના બેંક ખાતા, બેંક લોકરો અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે. હાલ તો ચાર દિવસથી ચાલતી દરોડાની કાર્યવાહી ભાવનગરમાં ચર્ચાનો વિષય બની છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech