શહેરમાં ઘાતક હથિયારો વડે જાહેરમાં હત્પમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઇ નિર્દેાષ નાગરિકોને રંજાડી રહ્યા છે. ત્યારે આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. શહેરના મોરબી રોડ પર સામાન્ય અકસ્માત જેવી બાબતે છરી કાઢી યુવાન પર હત્પમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જોકે આ ઘટના અંગે બાદમાં આ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું અને પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું છે.
આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જે શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ખડા કરનારો છે.આ વીડિયોમાં જાહેરમાં કેટલાક શખસો મારામારી કરી રહ્યા હોવાનું નજરે પડે છે. જેમાં એક શખસ છરી કાઢી સામેવાળી વ્યકિતને છરીના ઘા ઝીંકી દેતો હોવાનું અને સામેવાળી વ્યકિત લોહીલુહાણ થઈ ગઈ હોવાનું આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે. વાયરલ થયેલો આ વિડીયો મોરબી રોડ પરના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસનો સંપર્ક સાધતા એવું જાણવા મળ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે અહીં મોરબી રોડ વિસ્તારમાં રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થતા વાત મારામારી સુધી પહોંચી હતી. જોકે, પોલીસ પહોંચે તે પૂર્વે જ આ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોય અને તેઓ ચાલ્યા ગયા હોવાનું માલુમ પડું છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં છરી સહિતના ઘાતક હથિયારો વડે હત્પમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ બાબતે શહેર પોલીસ દ્રારા કડકમાં કડક કાર્યવાહી કરવી જરી બની જવા પામ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાર્ટ એટેકથી યુવક અને પ્રૌઢનું મૃત્યુ
March 31, 2025 03:08 PMવેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
March 31, 2025 03:07 PMચૈત્રી નવરાત્રિના પ્રારંભે ખોડીયાર સહિતના મંદિરોમાં ભાવિકો ઉમટ્યા
March 31, 2025 03:06 PMવકફ બિલ લાવવાની તૈયારી: 2 એપ્રિલે લોકસભામાં થઈ શકે રજૂ
March 31, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech