શહેરના ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સિનેમા પાસે ગઈકાલે સાંજના સમયે પ્રાઇવેટ બસમાં ડબલ સવારી બુલેટ ધડાકાભેર અથડાતા બુલેટ સવાર યુવક અને સગીર બંને ઉલળીને રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સગીરને સિવિલ હોસ્પિટલ અને બીજાને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવના સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા હતા જેમાં બસ ચાલકની બેફિકરાઈ અને બુલેટની ઓવર સ્પિડ હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ્ર થઇ રહ્યું છે.
ટ્રાફિક ટેરર ગણાતા રાજકોટમાં ટ્રાફિક બિગ્રેડના જવાનો માત્ર નામના જ છે અને ટ્રાફિક પોલીસ માત્ર દડં ઉઘરાવવા પૂરતી સીમિત હોય તેમ શહેરની ટ્રાફિક સમસ્યા અને આ વચ્ચે બંબાટ ઝડપે વાહન હંકારતા ચાલકોને જોતા લાગી રહ્યું છે, ઓવર સ્પિડમાં વાહન લઇ નીકળેલા ચાલકો પોતાની સાથે સાથે બીજાના જીવ પણ ખતરામાં મૂકી રહ્યા હોવાના દ્રશ્યો રોજ બેરોજ કાલાવડ રોડ, રેસકોર્ષથી કોટેચા ચોક, કેકેવી સર્કલ, માધાપર ચોકડીથી જામનગર રોડ, ૧૫૦ ફટ રિંગ રોડ, ગોંડલ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના ટ્રાફિકથી ધમધમતા રોડ પર જોવા મળે છે. તેનો પુરાવો અનેક વખત અકસ્માતના બનાવો બનતા સામે
આવ્યો છે.
ત્યારે વધુ એક ઓવર સ્પીડ અને વાહન હંકારવાની ગફલાતાઈ બે યુવક માટે જીવલેણ સાબિત થાય તેમ જોવા મળ્યું હતું. સાંજના સમયે વાહનોથી ઘસમસતા કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેકસ સિનેમા નજીક આવેલા પેટ્રોલપપં સામેની સાઈડથી પ્રાઇવેટ ટ્રાવેલ્સના ચાલકે ગફલત ભરી રીતે બસ હંકારી ડિવાઈડરની ગોળાઈ કરી લેતા સામેથી ફલ સ્પીડમાં આવતી ડબલ સવારી બુલેટ ધડાકાભેર બસના પાછળના ભાગે ભટકતા બંને યુવક પાછળની તરફ પટકાયા હતા. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા અને તાકીદે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફએ પુછપરછ કરતા પોતાના નામ ક્રિસ ઘેલાભાઈ ઝપડા (ઉ.વ.૧૮) અને બીજાનું નામ ઉદય ધીભાઈ ઝપડા (ઉ.વ.૧૫) (રહે બંને ડાનગર–૩) હોવાનું જણાવ્યું હતું. ક્રિસની હાલત ગંભીર હોવાથી તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ગંભીર અકસ્માતના બનાવના સીસીટીવી પણ વાયરલ થયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech