BREAKING NEWS

ખીરસરાના રાતૈયા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક ચાલક શ્રમિકનું મોત

  • January 16, 2026 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ ખીરસરા પેલેસથી રાતૈયા ગામ તરફ જતા રસ્તે જીઆઇડીસી વિસ્તારમાં ખેત મજૂરી કરતો મૂળ દાહોદ ના બાવકા લીમની બારી ગામનો વતની શ્રમિક બાઈક પર જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા શ્રમિકનું મોત નીપજ્યું હતું જે અંગે મેટોડા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલી સુત્રો માંથી મળતી વિગતો મુજબ પડધરી ના તરઘડી ગામે મીત ભાઈ આપલીયાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા અનિલભાઈ ભાવસીંગભાઈ ભાભોર ઉ.વ.૨૨ મુળ રહે. બાવકા લીમની બારી તા.જી.દાહોદ વાળાએ મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ અનિલ પરિવાર સાથે છેલ્લા બે વર્ષથી મીતભાઇ હાપલીયાની ખેતીની જમીન રાખી ખેતમજુરી કરી પરિવાર સાથે રહેતો હોવાનું અને ત્રણ ભાઇઓ જેમા સૌથી મોટો આશિષ છે, જે તેના પરિવાર સાથે પડધરી ખાતે આવેલ કિંગ કારખાનાની ઓરડીમાં રહે છે.

ત્યા કામ કરી તેના પરિવારનુ ગુજરાન ચલાવે છે તેનાથી નાનો ભાઇ અનિલ અને સૌથી નાનો આનંદ છે તે પણ તેની પત્ની સાથે પડધરી ખાતે આવેલ કિંગ કારખાનામા રહે છે.

મોટો ભઇ આશિષ ભાભોર લોધિકા વાડી વિસ્તાર ખાતે રહેતા હોય તહેવાર નિમિત્તે ત્યા આટો મારવા ગયેલ હતો અને આજરોજ બપોરના પાચેક વાગ્યે મારા ભાઈ આશિષનો મને ફોન આવેલ અને જણાવેલ કે હુ હમણા ઘરે આવુ છુ તેમ વાત થયેલ બાદ રાત્રીના આ ઠેક વાગી ગયેલ હોય તેમ છતા આશિષ આવેલ ન હોય જેથી તેને તેના મોબાઇલમા ફોન કરતા તેનો ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડેલ હતો.

તેણે મને જણાવેલ કે આ ભાઈનુ ખિરસરા પેલેસ પાસે રાતૈયા રોડ ઉપર એક્સીડેંટ થયેલ છે તેવી વાત કરતા મિત્ર સંજય અમરશીભાઈ રાવતને વાત કરેલ અને બંન્ને મારા મોટર સાયકલમાં આ એક્સીડેટ વાળી જગ્યાએ આવેલ હતા અને મારો ભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યા રોડ ઉપર પડેલ હતો અને તેનુ મોટર સાયકલ હિરો એક્સટ્રીમ નંબર GJ 20 BK 3983 વાળુ પણ ત્યા પડેલ હતુ.

બાદ ઘવાયલ આશિષને લોધિકા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ ત્યા ડોક્ટરએ જોઈ તપાસી આશિષને મરણ જાહેર કરેલ પહેલા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરપાટ ઝડપે માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી આશિષને માથામા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું જે અંગે મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ એન બી ઝાલા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application