બિહારની કોચિંગ માર્કેટ હવે કોઈ નાનો-મોટો વ્યવસાય નથી રહ્યો, પરંતુ અંદાજે ૧૫,૦૦0 કરોડ રૂપિયાનું એક મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય બની ગયું છે. સરકારી નોકરી મેળવવાની ઘેલી આશા સાથે અહીં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય અજમાવવા આવે છે. હાલમાં જ પટનાના સૌથી મોટા એજ્યુકેશનલ હબ 'મુસલ્લહપુર હાટ' ખાતે આવેલા પ્રખ્યાત એજ્યુકેટર ખાન સર (Khan Sir) ના કોચિંગ સેન્ટર બહાર થયેલી હિંસક ઘટનાએ 'કોચિંગ માફિયા' વચ્ચેના વર્ચસ્વની લડાઈને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.
આ ઘટના બાદ બિહારની આ અબજો રૂપિયાની શિક્ષણ મંડીની ચોંકાવનારી હકીકતો અને સરકારની નવી કડક પોલિસી
આંકડાની નજરે, કેટલી વિશાળ છે બિહારની કોચિંગ ઇન્ડસ્ટ્રી?
૬ હજારથી વધુ સેન્ટર્સ:- એપ્રિલ ૨૦૨૬ના સત્તાવાર ડેટા અનુસાર, એકલા બિહાર રાજ્યમાં ૬,૩૮૩ કોચિંગ સેન્ટર્સ ધમધમી રહ્યા છે.
પટના ટોપ પર:- રાજ્યની રાજધાની પટના ૧,૨૫૬ સેન્ટર્સ સાથે સૌથી મોટું હબ છે, ત્યારબાદ મુઝફ્ફરપુર (૫૭૮) અને ગયા (૪૨૮) નો નંબર આવે છે.
નેશનલ એવરેજથી ડબલ ક્રેઝ:- આખા દેશમાં પ્રાઇવેટ કોચિંગ લેતા વિદ્યાર્થીઓની સરેરાશ માત્ર ૨૭% છે, જ્યારે તેનાથી વિપરીત એકલા બિહારમાં ૫૨.૫% વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોચિંગ પર નિર્ભર છે. આ જ કારણ છે કે પટના હવે રાજસ્થાનના કોટા પછી દેશનું બીજું સૌથી મોટું કોચિંગ હબ બની ગયું છે.
ગેરકાયદે કોચિંગ સામે સરકારના ૫ નવા કડક નિયમોખાન સરના સેન્ટર પર બનેલી ઘટના બાદ બિહાર સરકારે કાયદો વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો છે અને આગામી ત્રણ મહિનામાં નવી વ્યાપક કોચિંગ પોલિસી લાવવાની જાહેરાત કરી છે.
નવા નિયમો આ મુજબ રહેશે
૧. ફરજિયાત રજીસ્ટ્રેશન:- ૨૫ થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા દરેક નાના-મોટા કોચિંગ સેન્ટરે ૧૫,૦૦૦ રૂપિયા ફી ભરીને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જે ૩ વર્ષ માટે માન્ય રહેશે.
૨. લાખ રૂપિયા સુધીનો દંડ:- જો કોઈ સંસ્થા રજીસ્ટ્રેશન વગર કોચિંગ ચલાવતી પકડાશે, તો તેની પર ૧ લાખ રૂપિયા સુધીનો ભારે દંડ અને નિયમોના વારંવાર ઉલ્લંઘન પર લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે.
૩. પોલીસ વેરિફિકેશન અને લોકલ પોલીસ નજર:- દરેક સેન્ટરનો તમામ રેકોર્ડ હવે સ્થાનિક પોલીસ સ્ટેશન (થાણા) સ્તરે રાખવામાં આવશે. કોચિંગમાં ભણાવતા શિક્ષકો અને અન્ય સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું પણ હવે ફરજિયાત બનશે.
૪. ટોપર્સના ફોટો પર પ્રતિબંધ:- વિદ્યાર્થીઓને આકર્ષવા માટે કોચિંગ ક્લાસીસ દ્વારા જે ટોપર્સના મોટા-મોટા ફોટા લગાવીને જાહેરાતો (પબ્લિસિટી) કરવામાં આવતી હતી, તેના પર હવે સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
૫. વિદ્યાર્થીઓ માટે સ્પેસ અને લાયકાત:- ક્લાસરૂમમાં ઘેટાં-બકરાંની જેમ ભરાતા વિદ્યાર્થીઓને રોકવા માટે હવે પ્રતિ વિદ્યાર્થી ઓછામાં ઓછી ૨ વર્ગ ફૂટની જગ્યા આપવી અનિવાર્ય છે. સાથે જ ભણાવતા શિક્ષકો પાસે લઘુત્તમ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી પણ જરૂરી છે.