ગ્લોબલ ફાઇનાન્સિયલ ટેકનોલોજી કંપની Intuit પોતાના ગ્લોબલ વર્કફોર્સમાંથી 17% કર્મચારીઓ એટલે કે આશરે 3,000 લોકોની છટણી કરવા જઈ રહી છે. એક ઈન્ટરનલ મેમો દ્વારા આ ચોંકાવનારી જાહેરાત કરી છે.
કંપની આ મોટા બદલાવ પાછળનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીને ગણાવી રહી છે.મોટી ડીલ: પોતાના લોકપ્રિય ટેક્સ અને ફાઇનાન્સ સોફ્ટવેર ને વધુ સ્માર્ટ બનાવવા માટે ઇન્ટ્યુટે OpenAI અને Anthropic જેવી દિગ્ગજ કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે.
સીઈઓનો ખુલાસો:
સીઈઓએ સ્પષ્ટતા કરી છે કે આ છટણી કર્મચારીઓને AI થી રિપ્લેસ (બદલવા) કરવા માટે નથી, પરંતુ કંપનીના માળખાને સરળ અને વધુ ઇનોવેટિવ બનાવવાની એક રણનીતિ છે. વિદાય લેતા કર્મચારીઓ માટે 'બમ્પર' પેકેજકંપનીએ નોકરી ગુમાવનારા કર્મચારીઓને મુશ્કેલી ન પડે તે માટે એક મોટું આર્થિક પેકેજ જાહેર કર્યું છે પ્રભાવિત કર્મચારીઓને 16 અઠવાડિયાની બેઝિક સેલરી આપવામાં આવશે.કર્મચારીએ કંપનીમાં વિતાવેલા દરેક વર્ષ દીઠ વધારાના 2 અઠવાડિયાનો પગાર આ પેકેજમાં ઉમેરવામાં આવશે
ઓફિસો પર તાળાં અને ભારત પર અસરયુએસ ઓફિસ બંધ:
કંપની આ રીસ્ટ્રક્ચરિંગ અંતર્ગત રેનો (Nevada) અને વુડલેન્ડ હિલ્સ (California) માં આવેલા પોતાના ઓફિસો કાયમ માટે બંધ કરી રહી છે.
બેંગલુરુ હબ પર નજર:
ભારતનું બેંગલુરુ શહેર ઇન્ટ્યુટનું મોટું ગ્લોબલ હબ છે, જ્યાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડેટા સાયન્સની મોટી ટીમો કામ કરે છે. આ વૈશ્વિક છટણીની અસર ત્યાંના કેટલાક રોલ્સ (નોકરીઓ) પર પણ જોવા મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, જે દિવસે ઇન્ટ્યુટે આ જાહેરાત કરી, તે જ દિવસે સોશિયલ મીડિયા જાયન્ટ Meta કંપનીએ પણ પોતાના 8,000 કર્મચારીઓને વહેલી સવારે મેઇલ કરીને નોકરીમાંથી મુક્ત કર્યા હતા