BREAKING NEWS

ભાવનગર રેલવે મંડળની મોટી જાહેરાત: સૌરાષ્ટ્રમાં દોડતી 8 ટ્રેનો હવે મુસાફરોને આ લાભ પૂરો પાડશે

  • April 03, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા યાત્રિકોની સુવિધામાં વધારો કરવા અને વધુ સારી રેલ સેવા પૂરી પાડવાના હેતુથી 8 મીટર ગેજ (MG) ટ્રેનોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક પ્રવાસીઓ અને અંતરિયાળ વિસ્તારોના મુસાફરોને મોટી રાહત મળશે.


મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રવાસીઓએ આ ટ્રેન સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકે. રેલવે દ્વારા તમામ 8 ટ્રેનોની વિગતવાર સમયસારણી સંબંધિત રેલવે સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી છે.


મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે રેલવેના સત્તાવાર માધ્યમો દ્વારા પણ આ અંગે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ યાત્રિકોને અપીલ કરી છે કે રેલવેની આ સુવિધાઓનો ઉપયોગ કરી પોતાની મુસાફરી સુખદ બનાવે.​​​​​​​


મીટર ગેજ સેક્શનમાં સંચાલિત ટ્રેનો

1.ટ્રેન નંબર 52949 વેરાવળ-દેલવાડા મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી બપોરે 14:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:40 વાગ્યે દેલવાડા સ્ટેશન પર પહોંચે છે.

2.ટ્રેન નંબર 52955 વેરાવળ-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.

3.ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે વેરાવળ પહોંચે છે.

4.ટ્રેન નંબર 52952 જૂનાગઢ-દેલવાડા મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચે છે.

5.ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચાલાળા મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:50 વાગ્યે ચાલાળા પહોંચે છે।.

6.ટ્રેન નંબર 52950 દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 07:50 વાગ્યે પ્રસ્થાન કરી 11:10 વાગ્યે વેરાવળ પહોંચે છે.

7.ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.

8.ટ્રેન નંબર 09596 ચાલાળા-જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન ચાલાળા સ્ટેશનથી બપોરે 15:20 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 18:45 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News