રાજકોટ રામામંડળમાં પ્રખ્યાત સગુણાનું પાત્ર ભજવતા ભાવેશ રાજાભાઈ ઘરજીયા (ઉ.વ.૨૪) નો યુવક રાત્રીના નવેક વાગ્યે ગામના પાટિયાથી ઘરે ચાલીને આવતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ રોકી ઢીકાપાટુ અને પથ્થરથી મારમારતા લોહી લુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. ભાવેશના કહેવા મુજબ હું રામામંડળના કાર્યક્રમમાં સગુણા તરીકેનું પાત્ર ભજવું છે. રાત્રે નવેક વાગ્યે ગામના પાટીયે ઉભો હતો ત્યારે બૂલેટ પર આવેલા બે અજાણ્યા શખ્સો મને જોતા હતા આથી હું ઘર તરફ ચાલવા લાગતા બંને પાછળ આવી સીધા મારમારવા લાગ્યા હતા. અને રસ્તામાં પડેલા પથ્થર ઉપાડી માથામાં ઘા મારતા હું ત્યાં પડી ગયો હતો. બાદમાં મારા ખિસ્સામાંથી ત્રણેક હજારની રોકડ અને ૩૦ હજારનો મોબાઈલ ફોન કાઢી લઇ ગયા હતા દેકારો કરતા પસાર થતા વાહન ચાલકો અને ગામના માણસો ભેગા થઈ જતા કોઈએ ૧૦૮ને જાણ કરતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલો કરનાર ને પોતે ઓળખતો ન હોય બનાવ અંગે વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.