ભાણગઢ ગામ સતત બીજીવાર બેટ બન્યું, ત્રણ ગામ સંપર્ક વિહોણા

  • September 30, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર તાલુકાનાં છેવાડાનું ગામ ભાલ વિસ્તારમાં આવેલ ભાણગઢ ચોમાસાની સિઝનમાં ગમે ત્યારે બેટમા ફેરવાઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું બની જાય છે ત્યારે આ ચોમાસાની સિઝનમાં પણ આ ભાણગઢ ગામ બીજીવાર બેટ બન્યું છે ત્યારે ભાણગઢ, પાળીયાદ અને દેવળીયાના ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સિહોર તાલુકાના ભાણગઢને દર વર્ષે વરસાદના પાણીનો સામનો કરવો પડે છે, મેઘરાજાએ ભાવનગર જિલ્લાને ઘમરોળ્યું. સિહોરનું ભાણગઢ ગામ ફરી વખત સંપર્ક વિહોણું બની ગયું છે કાળુભાર નદીના પાણી ફરી વળ્યા હતા અને ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે.ભાદરવો બરોબર જામ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. દર ચોમાસામાં સારો વરસાદ આવતાં સિહોર પાસેના ભાણગઢવાસીઓની ઊંઘ ઊડી જતી હોય છે અને અત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા સારા વરસાદથી ભાણગઢમાં પૂરના પાણી ફરી વળ્યા છે જેને પગલે ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાણગઢ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે ભાણગઢ ગામ પાસે આવેલ કોઝ-વે ને ઊંચો લેવામાં આવે તો ગામનો સંપર્ક તૂટે નહીં તંત્ર દ્વારા પણ પાણી પહેલા પાળ બાંધવામાં આવે તો ચોમાસા ગ્રામજનોની આવી હાલત થાય નહીં. ઉમરાળા પંથકમાં સારો વરસાદ હોય તો ભાણગઢને ઉજાગરો રહે છે. બે-ત્રણ દિવસ પૂર્વે પણ આ જ રીતે ભાણગઢ ગામમાં પાણી ફરી વળ્યા હતા. ભાણગઢ ગામમાં પાણી ઘુસી ગયા હતા જેથી ભાણગઢ સંપર્કથી વિમુખ બન્યું છે. ચોમાસુ આવે ને ગામમાં પાણી પાણી દર વરસે ચોમાસું આવે અને ભાણગઢ ગામ બેટમાં ફેરવાઈ જાય છે. 
કાળુભાર નદી બે કાંઠે વહે તો ભાણગઢવાસીઓ ભયના ઓથાર તળે આવી જાય છે ચોમાસું આવે અને ગામલોકો હેરાનની હાટડી થાય. આથી આ બાબતે આજે નહીં તો કાલે તંત્રએ વિચારવું જ પડશે. અન્યથા ભાણગઢવાસીઓની આ સમસ્યા કાયમી સમસ્યા બની જશે.
દર વર્ષે આ સ્થિતિ કેટલી યોગ્ય.? વર્ષોથી આ ગામના લોકો આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.અહીં દર વર્ષે વરસાદના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીઓના પાણી કોઝવે ઉપર ફરી વળેછે. જેના કારણે ભાણગઢ સહિત ત્રણ ગામ તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થવા પામે છે. સાથે જ ઈ મરજન્સીની સેવા પણ ગામોમાં ખોરવાઈ છે. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે. પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જોકે હાલ ઉપરવાસમાંથી આવી રહેલ પાણીનો પ્રવાહના કારણે હાલ ગામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટેક્ટર મારફ્ત લોકો જીવના જોખમે અવર-જવર કરી રહ્યા છે. આ ઘાંઘળી - ભાણગઢ ગામ વચ્ચે ઊંચો પુલ બનાવવા માટે ભાણગઢ, પાળીયાદ, દેવળીયા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application