ભાઈજાન અને ઐશ્વર્યા, બ્રેકઅપ પણ સામાન્ય નહોતું

  • December 27, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવુડના ભાઈજાન સલમાન ખાનનો આજે જન્મ દિવસ છે તેમની પ્રોફેશન લાઈફ જેટલી ચર્ચામાં એથી વધારે પર્સનલ લાઈફ લાઈફ ચર્ચામાં રહી છે. એક સમય હતો જ્યારે બોલિવુડ લવ બર્ડ્સમાંથી એક સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું અને તે બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ફેન્સ પણ બન્નેને સાથે જોઈને ખુશ થઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ બન્નેના અલગ થવાની ચર્ચાઓએ સામે આવવા લાગી અને સલમાન ભાઈની સાથે ફેન્સનું પણ દિલ તુટી ગયુ . આ બન્નેની વાત આવે ત્યારે લોકો આજે પણ જાણવા માંગે છે કે સલમાન ઐશ્વર્યાના સબંધો કેમ લાંબો સમય ના ટકી શક્યા.


'હમ દિલ દે ચૂકે સનમ' સ્ક્રીન પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મે દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવી. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડીના દરેકને પ્રેમ થઈ ગયો હતો. હિન્દી ફિલ્મોના દરેક દર્શક વધુ ખુશ થયા જ્યારે ખબર પડી કે બંને વાસ્તવિક જીવનમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં એટલી કડવાશ આવી ગઈ કે આજે બંને એકબીજાનું નામ લેવાનું પણ પસંદ કરતા નથી.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. બોલિવુડના આ લવ બર્ડ્સ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા. 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે સંબંધોનો પાયો હચમચી ગયો હતો. સલમાને ક્યારેય આ આરોપો સ્વીકાર્યા નથી.


ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે સલમાને તેને શારીરિક અને માનસિક બંને રીતે ટોર્ચર કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તે ભવિષ્યમાં ક્યારેય સલમાન સાથે કામ નહીં કરે. જો કે, સલમાને હંમેશા આ વાતોને નકારી કાઢી હતી.જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ 2001માં અલગ થવાનો નિર્ણય લીધો. જોકે, તેમનું બ્રેકઅપ સામાન્ય નહોતું. સમાચાર હતા કે બ્રેકઅપ સમયે સલમાન અને ઐશ્વર્યા વચ્ચે ઘણી લડાઈ થઈ હતી.


સલમાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યાએ કહ્યું કે સલમાને તેનું માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું.તેણે કહ્યું હતું કે, 'મારા પરિવાર અને મારા પોતાના આત્મસન્માનને ધ્યાનમાં રાખીને, આ બહું વધારે હતુ... હું ભવિષ્યમાં ક્યારેય શ્રીમાન સલમાન ખાન સાથે કામ કરીશ નહીં. સલમાનનું પ્રકરણ મારા જીવનમાં એક દુઃસ્વપ્ન જેવું હતું અને હું ભગવાનનો આભાર માનું છું કે તે બધુ પૂરું થયું.


ઐશ્વર્યાએ એમ પણ કહ્યું કે તે સલમાનને તેની બધી ખરાબ આદતો માટે માફ કરતી હતી. તેણે કહ્યું, 'તે સલમાનની દારૂની લત, શારીરિક શોષણ અને અપમાનથી કંટાળી ગઈ હતી. આમ છતાં હું તેની સાથે ઉભી રહી. બદલામાં મને જે મળ્યું તે દુઃખ અને વેદના હતી.આ બાબતે મારા મૌનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. મારા પાત્ર વિશે ઊલટું કહ્યું હતું. મારા કો-સ્ટાર્સ સાથેના સંબંધોને બગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.


સલમાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. આનાથી ગુસ્સે થઈને સલમાને વિવેકને ફોન કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ વાતનો ખુલાસો ખુદ વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો.


ફિલ્મ ગુરુના શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે નિકટતા વધી હતી. આ પહેલા પણ બંને એકબીજાને ઓળખતા હતા, પરંતુ ગુરુના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજાને નજીકથી જાણવાનો મોકો મળ્યો. 20 એપ્રિલ 2007ના રોજ, અભિષેક-ઐશ્વર્યાએ બચ્ચન પરિવારના બંગલા પ્રતિક્ષા ખાતે લગ્ન કર્યા. આજે બંનેને એક દીકરી 'આરાધ્યા' પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application