બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ શહાબુદ્દીન આજે રાજીનામું ધરે તેવી શકયતા
બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ શહાબુદ્દીન આજે રાજીનામું ધરે તેવી શકયતા
July 24, 2026 12:01 PM
બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન આજે પદ પરથી રાજીનામું આપી શકે છે.નિયમાનુસાર રાષ્ટ્ર્રપતિના રાજીનામા પછી, નવા રાષ્ટ્ર્રપતિની પસંદગી થાય ત્યાં સુધી સ્પીકર રાષ્ટ્ર્રપતિની ફરજો સંભાળે છે. જોકે રાષ્ટ્ર્રપતિ શહાબુદ્દીનના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તાજેતરના દિવસોમાં શાસક પક્ષ તરફથી પદ છોડવાનું દબાણ વધ્યું છે આથી તેઓ આ નિર્ણય લઈ શકે છે. બાંગ્લાદેશ સંસદ સચિવાલયના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે સ્પીકર હાફિઝ ઉદ્દીન શુક્રવારે દેશ પરત ફરી રહ્યા છે, ત્યારબાદ રાષ્ટ્ર્રપતિ પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે. સ્પીકર હાફિઝ ઉદ્દીન ૧૯ જુલાઈએ સારવાર માટે બેંગકોક ગયા હતા. તેઓ ૨૬ જુલાઈએ પાછા ફરવાના હતા, પરંતુ ગુવારે તેમના નવા સમયપત્રકની પુષ્ટ્રિ કરવામાં આવી હતી. સ્પીકર હવે શુક્રવાર, ૨૪ જુલાઈએ બપોરે ૧૨:૪૦ વાગ્યે થાઈ એરવેઝ દ્રારા ઢાકા પહોંચવાની અપેક્ષા છે. બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ અને તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની બીએનપી સરકાર વચ્ચે તાજેતરનો તણાવ એવા અહેવાલો પછી શ થયો હતો કે શહાબુદ્દીને તાજેતરમાં શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. વધુમાં, શેખ હસીનાની ઢાકા પરત ફરવાની જાહેરાતથી પણ બીએનપીને ચેતવણી મળી છે.